રાજકોટ જિલ્લામાં ઘરે ઘરે તિરંગો લહેરાવવા જિલ્લા પંચાયતના પ્રમુખની અપીલ

0
306

રાજકોટ જિલ્લામાં ઘરે ઘરે તિરંગો લહેરાવવા જિલ્લા પંચાયતના પ્રમુખની અપીલ

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

સમગ્ર દેશમાં ૧૩થી ૧૫ ઑગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન શરૂ થવાનું છે. નાગરિકો પોતાના પ્યારા રાષ્ટ્રધ્વજને શાનથી લહેરાવવા ઉત્સુક છે, ત્યારે રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભૂપતભાઈ બોદરે જિલ્લા તથા તાલુકા પંચાયતોના પદાધિકારીઓ, અધિકારીઓ, નાગરિકો તેમજ સરપંચોને ઘરે-ઘરે તિરંગો લહેરાવવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતીય તિરંગાની સમગ્ર વિશ્વમાં અલગ પહેચાન છે. સમગ્ર દુનિયાને ભારતની એકતા અને અખંડિતતાની તાકાત બતાવવાનો આ જ સાચો સમય છે. ચાલો ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન આપણા ઘર પર, પૂરા માન-સન્માન સાથે તિરંગો લહેરાવીએ અને દેશભક્તિના આ મહાપર્વમાં સૌ સાથે જોડાઈએ.