રાજકોટ સીટી બસના મશીન બંધ થતાં બસના લાગ્યા થપ્પા,પેસેન્જરોને ઉઠાવી પડી હાલાકી

0
1655

રાજકોટમાં અવારનવાર સીટી બસને લઈને વિવાદ થતો રહેતો હોય છે એવામાં નવા સંચાર સામે આવી રહ્યા છે હાલ સીટી બસમાં ટીકીટ આપવામાં આવતા માશીન બંધ થયા હોવાથી હાલ બધી સીટી બસો બંધ રાખવામાં આવી છે .
રાજકોટ શહેરમાં દોડતી સીટી બસના પૈડા થંભી ગયા છે. જેમાં સવારથી સીટી બસના ડ્રાઇવર અને કન્ડક્ટર હડતાળ પર ઉતર્યા છે. RMCની ટીમ દ્રારા કરાતા ચેકિંગમાં લેટ બુકિંગની પેન્લટીના વિરોધમાં હડતાળ કરવામાં આવી છે. તો આ તરફ RMTS બસની હડતાળથી શહેરના મુસાફરોને ભારે હાલાકી પડી રહી છે.
રાજકોટ શહેરની સિટીબસ સેવા કાળઝાળ ગરમી વચ્ચે ખોરવાઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં કનેક્ટિવિટી નહીં મળતા ત્રિકોણબાગ ખાતે હાલ સિટીબસોના થપ્પા લાગી ગયા છે. જેને લઈને મુસાફરોને ભારે હાલાકી પડી રહી છે અને સિટીબસ સેવા બંધ થવા અંગે પૂછપરછ વિભાગ દ્વારા પણ કોઈ ચોક્કસ જવાબ નહીં અપાતા શહેર તેમજ શહેર બહારના મુસાફરોને રિક્ષાઓનાં મોટા ભાડા ખર્ચવાની ફરજ પડી છે. જોકે, સિટીબસ સેવાના જનરલ મેનેજરના જણાવ્યા મુજબ હાલ કનેક્ટિવિટી મળતી નહીં હોવા અંગે જુદી-જુદી ટીમો દ્વારા ત્વરિત કામગીરી શરૂ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં જ સેવા ફરીથી શરૂ કરી દેવામાં આવશે.
આ અંગે સિટિબસ સેવાના જનરલ મેનેજર જયેશભાઇ કુકડીયાએ જણાવ્યું હતું કે, હાલ ટેક્નિકલ કારણોસર કનેક્ટિવિટી ખોરવાઈ છે. જેને લઈને આ બસોમાં ટિકિટ આપવાનાં મશીન બંધ થઈ ગયા છે. આ કારણે થોડોક સમય માટે સિટીબસ સેવા બંધ કરવાની ફરજ પડી છે. અચાનક સરવર ડાઉન થવાના કારણે આ કનેક્ટિવિટી મળતી નથી. જોકે, આ માટે હાલ જુદી-જુદી ટીમો દ્વારા જરૂરી કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે અને આગામી અડધો કે એક કલાકમાં સિટીબસ સેવા ફરીથી પૂર્વવત થઈ જવાની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટની સિટીબસ સેવા વારંવાર કોઈને કોઈ વિવાદોમાં આવતી હોય છે. અગાઉ બસનાં ડ્રાઈવર અને કંડકટરની દાદાગીરી સહિતની ઘટનાઓ પણ સામે આવી ચૂકી છે. તેમજ બસો ખખડધજ થઈ હોવાથી મુસાફરોએ બસને ધક્કા મારવા પડતા હોય તે પ્રકારની ઘટનાઓ પણ અગાઉ સામે આવી ચૂકી છે. તો આજે સમગ્ર સિટીબસ સેવાની કનેક્ટિવિટી ખોરવાઈ જતા હાલ સિટીબસ સેવા સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે. જોકે, તંત્ર દ્વારા ગણતરીની કલાકોમાં સેવા ફરી શરૂ થાય તેવી ખાતરી અપાઈ છે. ત્યારે સિટીબસો ક્યારે શરૂ થાય છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.