જેનિફર સામે કાયદાકીય પગલાં લેશે અસિત મોદી : કહ્યું શૉમાંથી કાઢી એટલે લગાવ્યા આરોપ

0
2339

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની એક્ટ્રેસ જેનિફર ઊર્ફે રોશન સોઢીએ અસિત મોદી પર સેક્શ્યુઅલ હેરેસમેન્ટનાં અનેક આરોપો મૂક્યાં છે એટલું જ નહીં શોનાં નિર્માતાઓની સામે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે. આ તમામની વચ્ચે તારક મહેતાનાં પ્રોડ્યુસર અને અન્ય ટીમ મેમ્બર્સે પોતાનો પક્ષ રાખતાં કેટલીક વાતોનો ખુલાસો કર્યો છે.

સમગ્ર ઘટના મામલે સિરિયલની ડાયરેક્શન ટીમના હર્ષ જોષી, ઋષિ દવે તથા અરમાનનું કહે છે કે સેટ પર જેનિફર સતત શિસ્ત ભંગ કરી રહી હતી અને કામ પર ધ્યાન આપતી નહોતી. તેના આ વર્તનની સામે અમે સતત પ્રોડક્શન હેડને ફરિયાદો કરતાં હતા, છેલ્લા દિવસે તો તે શૂટ સંપૂર્ણ કર્યા વગર જ સેટ છોડીને જતી રહી.

આ સિવાય પ્રોજેક્ટ હેડ સોહેલ રમાણી તથા જતીન બજાજે કહ્યું છે કે તે આખી ટીમ સાથે ખરાબ વ્યવહાર કરતી હતી. શૂટમાંથી જતી વખતે ખૂબ જ સ્પીડમાં કાર ચલાવી અને ઘણું નુકસાન પણ કર્યું. શૂટ દરમિયાન વારંવાર તેના દુર્વ્યવહારના કારણે જ અમારે તેને કાઢી મૂકવી પડી હતી. આ ઘટના જ્યારે થઈ ત્યારે અસિત મોદી તો USA માં હતા. જેનિફર દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપો પાયાવિહોણા છે અને તે અમને બદનામ કરવા માંગે છે. અમે તેના આ ખોટા આરોપો સામે ફરિયાદ પણ દાખલ કરી દીધી છે.

જેનિફરે સૌથી ગંભીર આરોપ જેમના પર લગાવ્યા છે એવા અસિત કુમાર મોદીએ કહ્યું છે કે અમે કાયદાકીય પગલાં લઈશું, તે શૉ અને મને બંનેને બદનામ કરવા માંગે છે. અમે તેને શૉમાંથી કાઢી મૂકી, એટલે આવા પાયાવિહોણા આરોપ તે લગાવી રહી છે.