ભાવનગર : કુંભારવાડા વિસ્તારમાં નડતરરૂપ કેબિનો દૂર કરાયા

0
340

છેલ્લા કેટલાક સમયથી કેટલાક શહેરમાં દબાણ હટાવ જુંબેશ કામગીરી ચાલી રહી છે. ભાવનગરમાં છેલ્લા કેટલાક દિવસથી ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવી રહ્યા છે. શહેરમાં મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી પૂરું જોશમાં ચાલી રહી છે.

ત્યારે આજે કુંભારવાડા વિસ્તારમાં આવેલ બાથાભાઈનો ચોક, નારી રોડ, માઢીયા રોડ, સીતરામની દેવીવાળો ખાજોઓમાં ખડકાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કર્યા હતા. દબાણ હટાવો સાથે પ્લાસ્ટિક ડ્રાઇવ, ગંદકી ફેલાવનાર આસમીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો.

ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર ઉપાધ્યાયની આગેવાની અને માર્ગદર્શન તળે દબાણ હટાવો સેલ દ્વારા એસ્ટેટ વિભાગ, પ્લાસ્ટિક જપ્ત સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી , શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ અને ગેરકાયદેસર ખડકી દેવામાં આવેલી કેબીનો હટાવવાની કામગીરી આજે પણ યથાવત રહેતા ભાવનગર શહેરના બાથાભાઈના ચોક, નારી રોડ, માઢિયા રોડ સહિતના વિસ્તારોમાં આવેલ ટ્રાફિકને અડચણ રૂપ અને ગેરકાયદેસર રીતે ખડકાયેલી કેબીનોને ક્રેનની મદદથી 8થી 10 જેટલી કેબીનો કબ્જે કરી હતી, અને સાથે દુકાનની બહાર કાઢેલા કમાનનો પણ દૂર કરવામાં આવ્યા હતા, અને સાથે ગંદકી ફેલાવનાર આસામીઓ સામે પણ દંડ ફટકારી લાલ આંખ કરી હતી અને પ્લાસ્ટિકનો જથ્થો આસમીઓને પણ દંડ ફટકારવામાં આવ્યો હતો.