પક્ષી પ્રેમીઓમાં ખુશી : રાજુલા-જાફરાબાદના દરિયાકાંઠે યાયાવર પક્ષીઓનું આગમન

0
1120

અમરેલી જિલ્લામા દર વર્ષે ખાસ કરીને રાજુલા જાફરાબાદના દરિયાકાંઠાળ વિસ્તારમા હજારો કિલોમીટરનુ અંતર કાપી વિદેશી પક્ષીઓ શિયાળો ગાળવા માટે અહી ઉતરાણ કરે છે. ત્યારે ચાલુ શિયાળામા પણ જાફરાબાદ પંથકના વિસ્તારોમા મોટી સંખ્યામા પેલીકન, કુંજ, કરકરા સહિતના પક્ષીઓએ ઉતરાણ કર્યુ છે. હવે આ પક્ષીઓ આખો શિયાળો અહી ગાળશે.

ચાલુ શિયાળામા સાઇબીરીયા સહિતના દેશમાથી મોટી સંખ્યામા પેલીકન, કરકરા, કુંજ સહિતના પક્ષીઓએ જાફરાબાદ દરિયાકાંઠાળ વિસ્તારમા ઉતરાણ કર્યુ છે. એક સપ્તાહ પહેલા આ પક્ષીઓ અહી આવી પહોંચ્યા છે. અહીના ચાંચ, ખેરા પટવા, વિકટર, પીપાવાવ, ભેરાઇ, કથીવદર સહિતના વિસ્તારોમા હાલ આ પક્ષીઓએ ઉતરાણ કર્યુ છે. અહી દર વર્ષે મોટી સંખ્યામા યાયાવર પક્ષીઓ આવી પહોંચે છે. સાઇબીરીયા સહિતના દેશમા બરફ વર્ષા થતી હોય જેના કારણે આ પક્ષીઓ અહી આવી પહોંચે છે અને આખો શિયાળો અહી વસવાટ કરે છે.

હાલ અહીના કથીવદર, ચાંચ, વિકટર સહિતના વિસ્તારોમા તળાવ તેમજ નાના સરોવરો અને ડેમ કાંઠા નજીક આ પક્ષીઓએ આશરો લીધો છે. શિયાળામા અહી મોટી સંખ્યામા પક્ષીઓ રોકાણ કરતા હોય વનવિભાગ દ્વારા પણ આ પક્ષીઓની સુરક્ષા માટે ખાસ પેટ્રોલીંગ કરવામા આવે છે. જેથી કોઇ અસામાજીક તત્વો આ પક્ષીઓનો શિકાર ન કરી શકે. શિયાળો પુર્ણ થયા બાદ ફરી આ પક્ષીઓ પોતાના વતન તરફ ઉડાન ભરશે. પક્ષીઓનુ આગમન થતાની સાથે પક્ષી પ્રેમીઓમા પણ ખુશી જોવા મળી રહી છે. આ પક્ષીઓને નીહાળવા અહી લોકો ઉમટી પડશે.