ભાજપના બંધારણ મુજબ અડધા રાજ્યોમાં ચૂંટણી પહેલા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી કરાવી શકાતી નથી
નવીદિલ્હી, તા. 24
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય જનતા પાર્ટીને 20 માર્ચ સુધીમાં તેના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળી શકે છે. રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી યોજાવાની છે અને તે રાજ્ય એકમોમાં પાર્ટીની ચૂંટણીઓ પછી થશે. મળતી માહિતી મુજબ છેલ્લા ઘણા સમયથી તે અટકડો ચાલી રહી હતી કે ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે કારણ કે જે પીડ નો કાર્યકાળ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પૂર્ણ થઈ ચૂક્યો છે પરંતુ દિલ્હીમાં ચૂંટણી હોવાના કારણે તે કાર્ય શક્ય બની શક્યું ન હતું ત્યારે મળતી માહિતી મુજબ 30 માર્ચ સુધીમાં ભાજપ નવા રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂક કરશે તેવી વાત હાલ ચાલી રહી છે .રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી થવાની છે અને તે જાન્યુઆરીમાં પૂર્ણ થવી જોઈતી હતી. જો કે, દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ અને બાકી રહેલી રાજ્ય એકમની ચૂંટણીએ જેપી નડ્ડાના અનુગામીની ચૂંટણીમાં વિલંબ કર્યો. ભાજપના બંધારણ મુજબ અડધા રાજ્યોમાં ચૂંટણી પહેલા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી કરાવી શકાતી નથી. અત્યાર સુધીમાં ભાજપે 28 માંથી 12 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચૂંટણી પૂર્ણ કરી છે. માપદંડોને પૂર્ણ કરવા માટે ભાજપ આગામી સપ્તાહમાં છ રાજ્યોમાં ચૂંટણી યોજે તેવી શક્યતા છે.
જેપી નડ્ડાને સૌપ્રથમ 17 જૂન 2019ના રોજ પાર્ટીના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સામેલ કરવામાં આવ્યા હતા અને તેઓ 20 જાન્યુઆરી 2020 સુધી આ પદ પર રહ્યા હતા. 20 જાન્યુઆરી 2020 ના રોજ, તેઓ પક્ષના 11મા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા અને ત્યારથી તેઓ આ પદ સંભાળી રહ્યા છે. અટલ બિહારી વાજપેયી 1980 થી 1986 સુધી ભાજપના પ્રથમ અધ્યક્ષ હતા. લાલકૃષ્ણ અડવાણી આ પદ પર અનેક ટર્મ સુધી રહ્યા.
