ભાજપે અરવિંદ કેજરીવાલ પર કર્યો પ્રહાર કહ્યું- કેજરીવાલ મહારાજા છે, ઘરમાં ૪૫ કરોડનો ખર્ચ કર્યો

0
2275

ભાજપે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કરવાનો વધુ એક મુદ્દો મળી ગયો છે. ભાજપે દાવો કર્યો છે કે શહેરમાં સિવિલ લાઈન્સ વિસ્તારમાં આવેલા સીએમ અરવિંદ કેજરીવાલના સરકારી આવાસના રિનોવેશન પાછળ લગભગ ૪૫ કરોડ રુપિયાનો ખર્ચ કર્યો છે અને નૈતિક આધાર પર તેમના રાજીનામાની માંગ કરી છે. આ બાબતે આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે કહ્યું હતું કે લોકોનું ધ્યાન સાચા મુદ્દાઓથી ભટકાવા માટે આ વિવાદને ઉભો કરવામાં આવ્યો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે પોતાને ફકીર કહેવાવાળા પ્રધાનમંત્રી પોતોના માટે ૫૦૦ કરોડ રુપિયાનું ઘર બનાવી રહ્યા છે. તેમણે કહ્યુ કે અત્યારે જે ઘરમાં રહે છે તેમના જીણોદ્ધાર માટે ૯૦ કરોડ રુપિયાનો ખર્ચ કર્યો હતો.
ભાજપે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર પોતાના આવાસમાં કરાયેલા ૪૫ કરોડના ખર્યા બાબતે કહ્યુ હતું કે આ સમારકામની દયનિય બાબત એ છે કે આ માટે રુપિયાનો ઉપયોગની મંજુરી ત્યારે આપવામાં આવી હતી જ્યારે દિલ્હીમાં કોરોના જેવી વૈશ્વિક મહામારીની ચપેટમાં આવી હતી. બીજેપી પ્રવક્તાએ કહ્યુ હતું કે કોરોના મહામારી જ્યારે પીક પર હતી અને લોકોના મોત થઈ રહ્યા હતા ત્પારે અરવિંદ કેજરીવાલ પોતાના બંગલાના સમારકામ કરાવવામાં વ્યસ્ત હતા.
ભાજપે કેજરીવાલના નિવાસસ્થાનના સમારકામ પર ૪૫ કરોડ રૂપિયા ખર્ચાયા બાદ તેમને ‘મહારાજા’ તરીકે ઓળખાવ્યા હતા. સંબિત પાત્રાએ કહ્યું કે હવે મીડિયાને પણ ‘અરવિંદ કેજરીવાલ મહારાજ’ની સ્ટોરી ન ચલાવવાની લાલચ આપવામાં આવી રહી છે.
દિલ્હી સરકાર તરફથી કેજરીવાલના નિવાસસ્થાનના મુદ્દા પર કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી પરંતુ શાસક આમ આદમી પાર્ટીએ ભાજપ પર વળતો પ્રહાર કર્યો છે. મીડિયા સાથે વાત કરતા AAPના વરિષ્ઠ નેતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે મુખ્યમંત્રી આવાસ ૭૫-૮૦ વર્ષ પહેલા ૧૯૪૨માં બનાવવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે દિલ્હી સરકારના પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટએ ઓડિટ બાદ તેના નવીનીકરણની ભલામણ કરી હતી.