જામનગર અને રાજકોટના બન્ને લાંચિયા ASI જેલ ભેગા

0
1210

જામનગરના અને રાજકોટના બને એ.એસ.આઈ.ને રૂપિયા 35,000ની લાંચ લેતા જામનગર એસીબીની ટીમેં દબોચી લીધા હતા. જેના એક દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ બંનેને જેલમાં મોકલી દેવા હુકમ કરાયો છે. જામનગરના સિટી સી. ડિવિઝનના એ.એસ.આઈ હમિદભાઈ પરિયાણીએ રાજકોટના એસ.ઓ.જી. ગ્રામ્યના એ.એસ.આઈ. પરવેજ સમા વતી 35,000ની લાંચ લેતા જામનગર એસીબીની ટીમ ગત તા.17મી રાત્રે ગોકુલનગર જકાતનાકા પાસે લાંચનું છટકું ગોઠવ્યું હતુ. બંને એ.એસ.આઈની લાંચ કેસમાં ધરપકડ કરી હતી.

ત્યારબાદ અદાલત સમક્ષ રજૂ કરી એક દિવસના રિમાન્ડ પર લેવાયા હતા.આગળની તપાસ રાજકોટ એસીબીની ટીમ દ્વારા ચલાવવામાં આવી હતી અને બંને લાંચિયા પોલીસકર્મીઓના ઘરની ઝડતી કરવામાં આવી હતી. ઉપરાંત તેઓના બેન્ક લોકર વગેરે પણ ચકાસવામાં આવ્યા હતા. જો કે, તમામ સ્થળોએથી અન્ય વસ્તુઓ કે રોકડ મળ્યા ન હતા અને રિમાન્ડની મુદત પૂરી થતાં બંને પોલીસકર્મીઓને ફરીથી અદાલત સમક્ષ રજૂ કરાયા હતા. જ્યાં અદાલતે બંનેને જેલમાં ધકેલી દેવા હુકમ કર્યો છે.