ઉનાળાના પ્રારંભે સૌરાષ્ટ્રના જળાશયોના તળિયા દેખાવાનું શરૂ:141 જેટલા જળાશયોમાં સ્થિતિ ચિંતાજનક

0
300

 ઉનાળાના પ્રારંભે સૌરાષ્ટ્રના જળાશયોના તળિયા દેખાવાનું શરૂ:141 જેટલા જળાશયોમાં સ્થિતિ ચિંતાજનક

આ વર્ષે ઉનાળા નું આગમન વહેલું થયું છે.હજુ એપ્રિલ મહિનો આવ્યો નથી ત્યાં તાપમાનનો પારો ઉંચે ને ઉંચે જતો જોવા મળી રહ્યો છે.માર્ચના મધ્યમાં તાપમાન 36 થી 38 ડિગ્રી સુધી પહોંચી ગયું છે.હજુ તો આકરા ઉનાળાને વાર છે ત્યાં સૌરાષ્ટ્રનાં અનેક જળાશયોમાં પાણીનો જથ્થો ખાલી થઈ રહયો છે.ડેમના તળિયા દેખાવાનું ચાલુ થઈ ગયું છે.

જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો  સૌરાષ્ટ્રનાં 141 જળાશયોમાં 52 ટકા જેટલો જ પાણીનો  જથ્થો બચ્યો છે. ભાદર સહિતનાં  મોટાભાગનાં ડેમોમાંથી શિયાળુ પાક માટે અપાતુ સિંચાઈનું પાણી બંધ કરી દેવામાં આવ્યુ છે. આ વર્ષે સૌરાષ્ટ્રનાં તમામ જિલ્લામાં પાણીની સ્થિતિ સંતોષજનક નથી. સૌરાષ્ટ્રમાં  દેવભૂમિ દ્વારકા, બોટાદ, પોરબંદર અને મોરબી જિલ્લામાં આકરો ઉનાળો શરૂ થાય તે પહેલા જ પાણીની વિકટ સ્થિતિ ઉભી થઈ રહી છે. દેવભૂમી દ્રારકા જિલ્લાનાં ડેમોનાં તળીયા દેખાવા લાગ્યા છે માત્ર 29 ટકા જ પાણીનો જથ્થો રહયો છે. પોરબંદર જિલ્લાનાં ડેમોમાં માત્ર 33 ટકા અને બોટાદમાં માત્ર 25 ટકા જ પાણીનો જીવંત જથ્થો હાલ છે. રાજકોટ  અને જૂનાગઢ જિલ્લામાં પણ સ્થિતિ e જ છે માત્ર 55 ટકા જ પાણી બચ્યુ છે. સૌરાષ્ટ્રમાં એક માત્ર ગીર સોમનાથ જિલ્લાનાં ડેમોમાં સૌથી વધુ 83 ટકા પાણી છે.

સૌરાષ્ટ્રનાં મોટા ડેમોમાં મળીને 49732 એમસીએફટી પાણીનો જથ્થો હાલ છે. આ વર્ષે ચોમાસામાં ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં અતિવૃષ્ટિ થઈ હોવાથી પાણીની સમસ્યા નહિ સર્જાય તેવું લાગી રહ્યું હતું પરંતુ અન્ય જિલ્લાઓમાં ડેમો  60 થી 70 ટકા જ ભરાયા હતા.  શિયાળુ પાક માટે રાજકોટ જિલ્લામાં ભાદર સહિતનાં 15 જેટલા ડેમોમાંથી પાણ છોડવામાં આવતુ હતુ તે હવે મોટાભાગનાં ડેમોમાંથી બંધ કરવામાં આવ્યુ  છે. સિંચાઈ માટે પાંચ થી છ પાણ આપવામાં આવ્યા હતા. રાજકોટ જિલ્લાનાં જળાશયોમાં હવે ઉનાળુ પાક માટે જો ખેડૂતોની ડિમાન્ડ આવશે તો સિંચાઈ વિભાગ વિચારશે. 50 ટકા ખેડૂતોની પાણી માટે માગણી આવશે તો ડેમોમાંથી પાણી છોડવામાં આવશે. સિંચાઈ વિભાગ દ્વારા જણાવ્યુ હતું કે મોટા ભાગનાં ડેમોમાં પીવાનું પાણી અનામત રાખ્યા બાદ હવે સિંચાઈનું પાણી આપવા પ્લાનીંગ કરવામાં આવ્યુ છે.