મામલો ઉકેલવા નીતિશ સરકારને અપાયો 48 કલાકનો સમય : ઉકેલ નહીં આવે તો વધશે વિરોધ
નવીદિલ્હી, તા. 30
જન સૂરજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરે સોમવારે દાવો કર્યો હતો કે ઇઙજઈ પરીક્ષા દ્વારા ભરવાની જગ્યાઓ માટે હજારો કરોડ રૂપિયાના વ્યવહારો થયા છે. તેને આ અંગેની માહિતી ક્યાંકથી મળી હતી. મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા આંદોલન અંગે એક પણ શબ્દ ન બોલવા પર નિરાશા વ્યક્ત કરતા પ્રશાંત કિશોરે કહ્યું કે, હું પણ નીતિશ કુમારનો નજીકનો સહયોગી હતો. કિશોરે કહ્યું કે, પોલીસે લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ કર્યો હોવા છતાં ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. મુખ્યમંત્રી દિલ્હીમાં છે અને જ્યારે ત્યાંના પત્રકારોએ આંદોલન અંગે પ્રશ્નો પૂછવા તેમનો સંપર્ક કર્યો ત્યારે તેમણે એક શબ્દ પણ ઉચ્ચાર્યો ન હતો.
પ્રશાંત કિશોરે એક દિવસ પહેલા વિરોધીઓને સંબોધિત કરતા કહ્યું હતું કે, ચાલો મુખ્યમંત્રી નીતિશ કુમારના નિવેદનની રાહ જોઈએ, જે મડાગાંઠનો અંત લાવી શકે તેવું સ્ટેન્ડ લઈ શકે છે, પરંતુ મુખ્યમંત્રી મૌન રહ્યા. રાજકારણમાં પીકે તરીકે જાણીતા પ્રશાંત કિશોરે દાવો કર્યો હતો કે BPSC પુન:પરીક્ષાનો આદેશ આપી રહ્યું નથી કારણ કે કરોડો રૂપિયાની લેવડદેવડ થઈ ચૂકી છે. એવું વિરોધીઓનું માનવું છે.
BPSC દ્વારા 13 ડિસેમ્બરે 900 થી વધુ કેન્દ્રો પર આયોજિત સંયુક્ત પ્રવેશ સ્પર્ધાત્મક પરીક્ષા, 2024 માં લગભગ 5 લાખ ઉમેદવારોએ હાજરી આપી હતી. પટનામાં એક પરીક્ષા કેન્દ્ર પર સેંકડો ઉમેદવારોએ પ્રશ્નપત્ર લીક થયાનો આરોપ લગાવીને પરીક્ષાનો બહિષ્કાર કર્યો હતો, જેને BPSC એ નકારી કાઢ્યું હતું અને તેને “પરીક્ષા રદ કરવાનું કાવતરું” ગણાવ્યું હતું, જોકે, પાછળથી પંચે પટનામાં બાપુ પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષાનું આયોજન કર્યું હતું પરીક્ષા રદ કરવામાં આવી હતી અને ફરીથી પરીક્ષા લેવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
સોમવારે, કિશોરે સીએમ નીતિશ કુમારની આગેવાની હેઠળની રાજ્ય સરકારને આ મામલાને ઉકેલવા માટે 48 કલાકનું અલ્ટિમેટમ જારી કર્યું, અન્યથા વિદ્યાર્થીઓ વધુ તીવ્રતા સાથે વિરોધ ફરી શરૂ કરશે. હાલ માટે, અમારા યુવા વિદ્યાર્થીઓનું ભાવિ ટોચની પ્રાથમિકતા હોવી જોઈએ, અમે પછીથી રાજકારણની રમત રમી શકીએ છીએ.
