બગસરા રીક્ષાચાલકે અંધ યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો;આરોપી ઝડપાયો

0
22122

ગત તા.૩૧ મે નાં રોજ બગસરા ગામ નજીક આવેલ બાયપાસ નજીક મળી આવેલ અંધ યુવકની હત્યા કરેલ લાશનો ભેદ ઉકેલી આરોપીને પકડી પાડી, ખુનનો ગુન્હાનો ભેદ એલ.સી.બી. તથા બગસરા પોલીસ સ્ટેશન ટીમે ઉકેલ્યો છે. બગસરા ગામે રહેતાં અને ખેતી કામ કરતા ચતુરભાઇ નાથાભાઈ પાઘડાળ પોતાનું જે.સી.બી લઇ અને બગસરા ગામની સીમમાં આવેલ પોતાની ભાગ્યું રાખેલ વાડીની વાડ સરખી કરતા હોય,
તે દરમિયાન આશરે અગિયારેક વાગ્યે પોતાની વાડીની નદીના કાંઠે આવેલ વાડ પાસે બાવળની કાંટ પાસે એક અજાણ્યા પુરૂષ ઇસમની લાશ પડેલ જોવામાં આવેલ, જે લાશ જોતા તેમનાં માથાના ભાગે ઈજા થયેલ અને નાક, કાન અને મોઢામાંથી લોહી નીકળેલ હતુ, અને મરણ જનાર આશરે ૨૦ વર્ષનો પુરૂષ ઇસમ હોય, જેને કોઇ અજાણ્યા આરોપીએ માથાના ભાગે ગંભીર ઇજા કરી મોત નિપજાવેલ હોય, જે અંગે ચતુરભાઇ બગસરા પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ અને પોતાની ફરીયાદ જાહેર કરતા બગસરા પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ ૩૦૨ મુજબ ગુનોનોંધાયેલ હતો. જેની તપાસમાં આધારકાર્ડ, પાન કાર્ડ તેમજ વિકલાંગ પાસ મળી આવતા
જે અંગે ખરાઇ કરતા મરણ જનાર ઇસમ પ્રકાશ શંકરભાઇ રાઠવા, રહે.કોલ, (તા.જિ. છોટાઉદેપુર) વાળાની હોવાનું ખુલ્લું હતું.સી.સી.ટી.વી, ફુટેજમાં કેદ થયેલ ઇસમના ફોટોગ્રાફ્સ મેળવી, તે ફોટા આધારે આરોપીની તપાસ કરતાં કેમેરામા કેદ થયેલ ઇસમ મુકેશ ભુપતભાઈ ચોરાલા રહે.ગોપાલગ્રામ (તા.ધારી) વાળો હોવાનુ ખરાઇ થતા, મજકુરને પકડી પાડી, તેમની સઘન પુછપરછ કરતાં પોતે આ ગુનાને અંજામ આપેલ હોવાની ચોંકાવનારી કબુલાત આપેલ હતી. ઝડપાયેલ આરોપી મુકેશ ભુપતભાઇ ચારોલા બગસરા બસ સ્ટેન્ડમાં આંટા ફેરા મારતો હોય,
તે દરમિયાન આ કામે મરણ જનાર પ્રકાશ રાઠવાને મળેલ જે મરણ જનાર આંખે અંધ હોય, તેની સાથે વાતચીત કરી, પરિચય કેળવેલ, આ મરણ જનાર પ્રકાશ રાઠવાને અમરેલી જવું હોય, અને તે બસની રાહ જોતા હોય, તેને આરોપી મુકેશ ભુપતભાઇ ચારોલાએ આઇ.ટી.આઇ. પાસેથી બસ મળી જેવી તેમ કહી પોતાની સાથે આવવા કહેતા આ પ્રકાશ રાઠવા તેની સાથે રીક્ષામાં બેસી બગસરા, આઇ.ટી.આઇ. રોડ પાસે આવવા નિકળેલ. આ દરમિયાન પકડાયેલ આરોપી મુકેશ ચારોલાએ બગસરા, હામાપુર જવાના કાચા રસ્તે પાસે રીક્ષામાંથી ઉતરી,
હામાપુર જવાના કાચા રસ્તે, બાવળની કાંટમાં લઇ ગયેલ, અને મરણ જનાર પ્રકાશ રાઠવાને સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય કરવા કહેતા, પ્રકાશ રાઠવાએ તેમ કરવાની ના પાડતા, બન્ને વચ્ચે ઝપાઝપી થયેલ અને આ મુકેશ ચારોલાએ પ્રકાશ રાઠવાનું માથું પથ્થર સાથે ભટકાવી ગંભીર ઇજા કરી, મોત નિપજાવી, મરણ જનાર પ્રકાશ રાઠવાનો મોબાઇલ ફોન તથા રૂ. ૫૦૦ લઇ નાસી ગયેલ હતો.ઝડપાયેલ આરોપી મુકેશ ઉર્ફે મુકો ભુપતભાઇ ચારોલા વિરૂધ્ધ લુંટ, મારા મારી, ચોરી સહીતના અલગ અલગ પાંચ જેટલાં ગુનાઓ નોંધાયેલા છે.