કુલ 7 આરોપીઓની થઈ છે ધરપકડ : સંડોવાયેલા તમામ સામે કાર્યવાહી શરૂ
અમદાવાદ, તા. 7
સમગ્ર દેશમાં બીઝેડ કૌભાંડ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. 6,000 કરોડના આ સ્કેમમાં સીઆઈડી ક્રાઈમને સતત સફળતા મળી રહી છે હાલ જે વિગતો સામે આવી રહી છે તેમાં મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાનો જે હિસાબ સાચવતો તે નરેશને સીઆઈડીએ ઝડપી પાડ્યો છે. ગુજરાતમાં 6000 કરોડમાં બીઝેડ ગ્રૂપ કૌભાંડમાં સીઆઈડી ક્રાઈમને વધુ એક સફળતા મળી છે. જેમાં મળતી માહિતી મુજબ મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ કૌભાંડનો હિસાબ રાખનાર નરેશને સીઆઈડીએ ઝડપી પાડ્યો છે. જેની પાસેથી કૌભાંડમાં થયેલા હિસાબોના ગોટાળાનો વધુ ખુલાસો થવાની શક્યતા છે. રાજ્યમાં 6000 કરોડનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાના 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાયો હતો. જેમાં હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. BZ કૌભાંડના આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાના રિમાન્ડ પૂર્ણ થતા ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ભૂપેન્દ્રસિંહ ઝાલાના ફરી રિમાન્ડ માંગવામાં ના આવતા કોર્ટે જ્યુડીશિયલ કસ્ટડીનો હુકમ કર્યો હતો. મહત્ત્વપૂર્ણ છે કે ગુજરાતમાં BZના 6000 કરોડના કૌભાંડની CID ક્રાઇમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.BZ ગ્રુપના કરોડો રૂૂપિયાનું કૌભાંડ મામલે એક એજન્ટ સહિત ઇણના સ્ટાફ સાથે CID ક્રાઇમે 7 આરોપીઓની ધરપકડ કરી છે. મુખ્ય એજન્ટ મયુર દરજી, વિશાલસિંહ ઝાલા, દિલીપ સોલંકી, આશિક ભરથરી, સંજય પરમાર, રાહુલ રાઠોડ, રણવીરસિંહ ચૌહાણની ધરપકડ થઇ ચુકી છે.
BZ ગ્રુપે 11 હજાર લોકો પાસેથી રોકાણ લઈને 6000 કરોડ રૂૂપિયાનું કૌભાંડ આચર્યું હતું. ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેના સાગરીતોએ લોકોને વધુ વ્યાજ આપવાની લાલચ આપીને પૈસા ઉઘરાવ્યા હતા. CID ક્રાઈમે આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ લોકો સામે કાર્યવાહી કરવાનું શરૂૂ કર્યુ છે. હાલમાં CID ઝાલા અને નરેશ પાસેથી વધુ માહિતી મેળવી રહી છે.
