11,000 માંથી 3,500 લોકોને સરકાર અપાવશે નાણા : આરોપી ભુપેન્દ્ર ઝાલાની મિલકતની થશે હરાજી
રાજકોટ, તા. 10
બી ઝેડ કૌભાંડ સમગ્ર દેશમાં અત્યંત ચર્ચાનો મુદ્દો બન્યો છે ત્યારે ક્રાઈમ ઇન્વેસ્ટીગેશન ડિપાર્ટમેન્ટને આ કેસમાં અનેક સફળતાઓ મળી રહી છે ત્યારે ગઈકાલે સંબોધવામાં આવેલી પત્રકાર પરિષદમાં એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે કોઈ લોકોએ રોકાણ કર્યું હશે તેઓને તેમના રૂૂપિયા પરત આપવામાં આવશે અને આ સમગ્ર પ્રક્રિયા આગામી પાંચ દિવસની અંદર જ કરવામાં આવે તેવું પણ જાણવા મળ્યું છે. વધુમાં એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે બી ઝેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્ર ઝાલા દ્વારા વસાવવામાં આવેલી જે મિલકતો છે તેની પણ હરાજી કરવામાં આવશે હાલ આ કૌભાંડને લઈને સમગ્ર દસ્તાવેજી પુરાવાઓ સીઆઈડી ક્રાઈમે હસ્તગત કરી લીધા છે. આ તમામ આધાર પુરાવાઓની ચકાસણી થયા બાદ જ અને ખુલાસાઓ થયા અને હજુ પણ થાય તો નવાઈ નહીં. સીઆઇડી ક્રાઇમના ડીઆઈજી પરીક્ષિતા રાઠોડ એ માહિતી આપતા જણાવ્યું હતું કે આ કૌભાંડમાં રોકાણ કરેલા તમામ રોકાણકારોની માહિતી પોલીસે મેળવી લીધેલી છે. એટલું જ નહીં આ તપાસ દરમિયાન ચારટર્ડ એકાઉન્ટન્ટને સાથે રાખીને રોકાણકારોને વળતર સરકાર અપાવશે ત્યારે 11,000 માંથી 3,500 લોકોને નાણાં પરત આપવાના થાય છે જે માટે આરોપી ભુપેન્દ્રની મિલકતો ની પણ હરાજી થશે. આ કૌભાંડમાં ખજાનચી પાસેથી પણ રજીસ્ટર મળી આવ્યું છે અને વેબસાઈટ અને રજીસ્ટર ના આંકડા બંને અલગ અલગ છે ત્યારે સીઆઇડી દ્વારા તમામ દસ્તાવેજો ને હસ્તગત કરી લેવામાં આવ્યા છે અને તેમાં વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે. ટેકનિકલ સર્વેલન્સથી પણ તપાસ થઇ રહી છે. 175 રોકાણકારોએ પુરાવા આપ્યા છે. અમે કોર્ટમાં પુરાવા રજૂ કર્યા છે. એ વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે જે પ્રકારનું કૌભાંડ આચરવામાં આવ્યું તે હવે ભૂતકાળ બને તે હેતુસર હાલ તમામ પ્રકારના પગલાઓ લેવામાં આવી રહ્યા છે અને આરોપીને દંડિત કરવા માટે અને ભવિષ્યમાં આ પ્રકારની કોઈ ઘટના ન ઘટે તે માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા પોલીસ વિભાગ અને રાજ્ય સરકાર અનેકવિધ પગલાંઓ લઈ રહી છે.
ગુજરાતના ચકચારી 6000 કરોડના ઇણ કૌભાંડ આચરનારા ભૂપેન્દ્રસિંહ ઝાલા અત્યારે જેલમાં છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાની અન્ય ગુનામાં ગમે ત્યારે ધરપકડ થઇ શકે છે.
હજારો લોકોનું કરોડોનું ફુલેકું ફેરવનારા ભૂપેન્દ્રસિંહ ઝાલા એક મહિના સુધી ફરાર રહ્યાં બાદ મહેસાણાથી ઈઈંઉ ક્રાઇમની ટીમે ધરપકડ કરી હતી. પોન્ઝી સ્કીમ અને રોકાણકારોના પૈસા ડબલ કરવા સહિત અનેક રીતે લોકો સાથે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ઠગાઇ આચરી હતી. ભારતીય ક્રિકેટર શુભમન ગિલ સહિત 11 હજારથી વધુ રોકાણકારોએ ઇણમાં નાણાં રોક્યા છે. 422 કરોડથી વધુનું બેન્ક અને રોકડ હેરાફેરી તપાસ સંસ્થાએ પકડી પાડી હતી.
