બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડ મામલે રાજકોટમાં NSUI દ્વારા સહી ઝુંબેશ:નશીલા પદાર્થને ગુજરાતમાંથી નાબૂદ કરવાની માંગ

0
149

બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડ મામલે રાજકોટમાં NSUI દ્વારા સહી ઝુંબેશ:નશીલા પદાર્થને ગુજરાતમાંથી નાબૂદ કરવાની માંગ

બોટાદમાં થયેલા લઠ્ઠકાંડ મામલે ઠેરઠેર વિરોધ થઈ રહ્યો છે. ગુજરાતમાં જ્યારે દારૂબંધી છે તો આ બાબતે સરકાર શા માટે ઢીલ મૂકી રહી છે તેવા પ્રશ્નો પણ હાલ ઉદભવી રહ્યા છે. બોટાદમાં થયેલા લઠ્ઠકાંડ મામલે આજે રાજકોટમાં NSUI દ્વારા સહી ઝુંબેશ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. શહેરની આત્મીય યુનિ. ખાતે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્ર થયા હતા અને ગુજરાત પ્રદેશ NSUIના પ્રમુખની આગેવાનીમાં ગુજરાતમાં વધી રહેલા દારૂ, ડ્રગસ, ગાંજા જેવા નશીલા પદાર્થ નાબૂદ કરવાની માંગ સાથે સહી ઝુંબેશ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.