જ્ઞાનવાપી મસ્જિદમાંથી મળેલા શિવલિંગનું કાર્બન ડેટિંગ થશે

0
1645

અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા કથિત શિવલિંગનું કાર્બન ડેટિંગ અને વૈજ્ઞાનિક સર્વે કરવાનો આદેશ આપ્યો છે. આજે જસ્ટિસ અરવિંદ કુમાર મિશ્રાની બેંચે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ને શિવલિંગના ઉપરના ભાગનું સર્વેક્ષણ કરવાનો આદેશ આપ્યો હતો. દસ વર્ષથી વધુ હિસ્સો ન લેવામાં આવે. આ શિવલિંગ 16 મે, 2022ના રોજ જ્ઞાનવાપી કેમ્પસના વજુખાનામાં જોવા મળ્યું હતું. વારાણસીના જિલ્લા ન્યાયાધીશે કાર્બન ડેટિંગની માગ કરતી અરજીને ફગાવી દીધી હતી.

આ પહેલા વારાણસીની જિલ્લા કોર્ટે કાર્બન ડેટિંગની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. ગતવર્ષે જ્ઞાનવાપી પરિસરમાં કમીશનની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં 16 મે 2022નાં રોજ કેમ્પસમાં કથિત ધોરણે શિવલિંગ મળી આવ્યું હતું. આ શિવલિંગનું ASIથી સાઈન્ટિફિક સર્વે કરાવવાની માંગને લઈને અરજી દાખલ કરવામાં આવી હતી.

નોંધનીય છે કે આ જ અરજી પર રાજ્ય સરકાર તરફથી પણ પક્ષ રાખવામાં આવ્યો હતો, કોર્ટે કેન્દ્ર સરકારના અધિવક્તાને સવાલ કર્યો હતો કે શિવલિંગને નુકસાન પહોંચાડ્યા વગર શું કાર્બન ડેટિંગ કરી શકાશે ? કાર્બન ડેટિંગની મદદથી શિવલિંગ કેટલા વર્ષ જૂનું છે તેની જાણકારી મળી શકશે. હાઇકોર્ટના સવાલ પર ASIએ કહ્યું હતું કે હા, નુકસાન પહોંચાડ્યા વગર કાર્બન ડેટિંગ શક્ય છે.