હેકર્સ દેશવ્યાપી ષડયંત્ર કરે તે પહેલા જ ગુજરાત પોલીસે રેકેટના મુખ્ય સૂત્રધારને પકડી ષડયંત્રનો પર્દાફાશ કર્યો
રાજકોટ, તા. 2
રાજકોટ ખાતે આવેલી પાયલ મેટરનિટીમાં સીસીટીવી કેમેરા હેક થઈ ગયા હોવાની ચોકાવનારી વિગતો સામે આવી હતી જેમાં મહિલાઓને તપાસ કરતા વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
આ ગંભીર ઘટનાની જાણકારી રાજ્ય સરકાર સુધી પહોંચતા નક્કર નિર્ણય લાવવા અને યોગ્ય તપાસ કરવા માટેના આદેશો પણ કરવામાં આવ્યા જેમાં સાયબર પોલીસને ધારી એવી સફળતા મળી છે કારણ કે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં જણાવ્યું હતું કે 50000 જેટલા હેક થયેલા સીસીટીવી કેસમાં સાયબર ક્રાઇમને ખૂબ મોટી સફળતા મળી છે. એટલું જ નહીં રાષ્ટ્રીય ગેંગ નું નેટવર્ક પણ પકડી પાડવામાં આવ્યું છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ માત્ર રાજકોટની પાયલ મેટરનીટી નહીં પરંતુ રાષ્ટ્રની અન્ય હોસ્પિટલોમાં પણ આ પ્રકારના સીસીટીવી હેક થયેલા છે જે અંગે પોલીસ વિભાગ દ્વારા અને ગૃહ વિભાગ દ્વારા તપાસ ગંભીરતાપૂર્વક આગળ ધપાવવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ આગામી દિવસોમાં પણ જે સૂત્રધાર પકડાયો છે તેની પાસેથી ઘણી અન્ય માહિતીઓ પણ મળી રહેશે અને કયા કયા સીસીટીવી હેક કરવામાં આવ્યા છે અને તે વાયરલ વિડીયોનું શું કરવામાં આવ્યું તેવા તમામ ચર્ચાસ્પદ પ્રશ્નોનો તાકીદે ઉકેલ આવશે પરંતુ ગુજરાત રાજ્યની સાયબર ક્રાઇમ ટીમ દ્વારા જે કામગીરી ગણતરીના દિવસોમાં જ કરવામાં આવી છે તેનાથી ખૂબ મોટા રેકેટનો પડદાફાશ થયો છે જે પોલીસને આવનારી તપાસમાં અત્યંત ઉપયોગી નીવડશે.
વિધાનસભા ગૃહમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સીસીટીવીને લઈ નિવેદન આપ્યું છે,હર્ષ સંઘવીએ કહ્યું કે,50 હજાર હેક થયેલા સીસીટીવી કેસમાં પોલીસને સફળતા મળી છે.ઈઈઝટ હેક કરીને ગુના આચરતી ગેંગને અમદાવાદ સાયબર ક્રાઈમે ઝડપી પાડી છે તે બદલ ગુજરાત પોલીસ અને સાયબર ક્રાઈમને સલામ છે. રાજકોટની ખાનગી મેટરનીટી હોમમાં મહિલા દર્દીઓની સારવારના ઈઈઝટ ફૂટેજના વીડિયો વાયરલ થવાની ઘટના બની હતી. ગુજરાત વિધાનસભા ગૃહમાં આ સંદર્ભે જાહેર અગત્યની બાબત પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જવાબ આપતા જણાવ્યું કે, હેકર્સ દેશવ્યાપી ષડયંત્ર કરે તે પહેલા જ ગુજરાત પોલીસે આ રેકેટના મુખ્ય સૂત્રધારને પકડીને આ ષડયંત્રનો પર્દાફાશ કર્યો.મહિલા દર્દીઓની સારવારના ઈઈઝટ વીડિયો વાયરલ થવાની ઘટના બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઈઈઝટ ફૂટેજને પોતાના ઘરોમાં, ઓફિસમાં કેવી રીતે સુરક્ષિત રાખવા, સાયબર એક્સપર્ટ પાસે તેનું ઓડિટ કરાવવું વગેરે બાબતોનું ધ્યાન રાખી કેવી રીતે મહિલાઓની સુરક્ષા અટકાવી શકાય છે તેના પર ગૃહમાં જવાબ આપ્યો હતો.
વધુમાં હર્ષ સંઘવીએ કહ્યું કે, મજબૂત અને યુનિક પાસવર્ડ રાખવો જોઈએ. ટુ ફેક્ટર ઓથેન્ટિફિકેશન આવે તેને ઈનેબલ કરવાથી તમે જરૂૂર સુરક્ષિત રહી શકશો. રિમોટ એક્સેસ જરૂૂર હોય તો ટઙગનો ઉપયોગ કરવો. વીડિયો રેકોર્ડર કે ડીવીઆર લોક કરેલા સ્થાને રાખવા જેથી અનધિકૃત એક્સેસ રોકી શકાય. હાર્ડવેર અને સોફ્ટવેર માટે ફાયરવોલનો ઉપયોગ કરવો.
