અકસ્માતમાં મૃત્યુ દર ઘટાડવા માટે કેન્દ્ર સરકારની નવતર યોજના ગોલ્ડન અવર્સમાં અકસ્માતગ્રસ્તને હોસ્પિટલે પહોંચાડનારને એક લાખનું ઇનામ

0
547

ટ્રાફિક ડીસીપી પૂજા યાદવે આપી માહિતી : ‘ગુડ સમર્થન એવોર્ડ’ અને ટ્રોફી પણ આપી મદદ કરનારને સન્માનીત કરાશે

રાજકોટ મિરર,
રાજમાર્ગો પર થતાં જીવલેણ અકસ્માતોમાં થતાં મૃત્યુનો દર ઘટાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એેક નવી યોજના જાહેર કરી છે જેના ભાગરૂપે આજે રાજકોટ ટ્રાફીક ડીસીપી દ્વારા આ યોજનાની જાહેરાત કરી અકસ્માતગ્રસ્ત લોકોને તાત્કાલીક ગોલ્ડન અવર્સમાં હોસ્પિટલ પહોંચાડનારને ગુડ સમર્થન એવોર્ડ અને 1 લાખના રોકડની પુરસ્કારની જાહેરાત કરી છે
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ખાસ કરીને હાઇ-વે પર અવાર – નવાર ગમખ્વાર અકસ્માતો સર્જાય છે જેમાં તાત્કાલીક સારવાર નહીં મળવાના કારણ અકસ્માતનો ભોજ બનેલાઓના મૃત્યુ થતાં હોય છે. સૌરાષ્ટ્ર – ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારતમાં દરરોજ અકસ્માતના કારણે અનેક લોકો જીવ ગુમાવે છે.
અકસ્માતા કારણે થતા મૃત્યુદર ઘટાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વની યોજના બનાવી છે જેનું નામ આપવામાં આવ્યું છે ‘ગુડ સમર્થન એવોર્ડ’ આ યોજના અંતર્ગત કોઇપણ સ્થળે અકસ્માત સર્જાય તો ઇજાગ્રસ્તોને પ્રથમ એક કલાકમાં જ (ગોલ્ડન અવર્સ)માં તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ પહોંચાડશે તેવી વ્યકિતઓને એક લાખનું રોકડનું પુરસ્કાર ગુડ સમર્થન એવોર્ડની ટ્રોફની સન્માનીત કરવામાંં આવશે અને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.
આ યોજના અંતર્ગત પોલીસ ક્ધટ્રોલમના હેલ્પલાઇન નંબર 95122 96777 ઉપર સંપર્ક કરી જાણ કરવા ખાસ તાકીદ કરવામાં આવી છે. આ અંગેની માહિતી રાજકોટના ટ્રાફીક ડીસીપી પૂજા યાદવે આપી હતી.