અંબાના શક્તિપીઠમાં ભક્તો માટે નિયમોમાં થયા ફેરફાર : જાણો શું થાય ફેરફાર

0
224

થોડા દિવસો પેહલા માં અંબાના શક્તિપીઠમાં વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર સ્થપાવા જઈ રહ્યું છે. શક્તિપીઠ અંબાજી મંદિર દેશ-વિદેશમાં વિખ્યાત છે. આ શક્તિપીઠ કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે.માં અંબાના ચરણે દરરોજ હજારો લાખોની સંખ્યામાં ભક્તો આશીર્વાદ લેવા આવે છે. ત્યારે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે ઋતુ પ્રમાણે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થવાના કારણે અને યાત્રાળુઓની સગવડતાને જોઈ મંદિરમાં માતાજીની આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
વૈશાખ સુદ-3થી અંબાજી મંદિરમાં માતાજીના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર થશે. સાથે સાથે માતાજીની દિવસમાં ૩વાર આરતી કરવામાં આવશે. માં અંબાની સવારે ૭ કલાકે આરતી, ૭.૩૦થી દર્શન, બપોરે ૧૨.૩૦ કલાકે રાજભોગ આરતી, ત્યારબાદ ૧વાગ્યાથી દર્શન, ૭કલાકે સૂર્યાસ્ત આરતી, ૭.૩૦થી ૯ વાગ્યા સુધી દર્શન માટે મંદિર ખુલ્લુ રાખવામાં આવશે.
મહત્વનું છે કે, શક્તિપીઠ અંબાજીમાં વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર સ્થાપિત કરવામાં આવવાનું છે. જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા અંદાજીત ૧કરોડના ખર્ચે પંચ ધાતુમાંથી નિર્મિત દિવ્ય અને ભવ્ય શ્રી યંત્ર તૈયાર કરાશે.