કેન્દ્રીય બજેટને લઈને CM ભૂપેન્દ્ર પટેલની પ્રથમ પ્રતિક્રિયા

0
398

ગઈકાલે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા 5મું અને દેશનું 75મું બજેટ રજૂ કરવામાં આવ્યું. જેમાં ખેડૂતો તેમજ મહિલાઓ તદુપરાંત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર, શિક્ષણ વર્ગથી લઇને જુદા-જુદા ક્ષેત્રને લઇને મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. ત્યારે ખુદ PM મોદીએ ગઇકાલે કેન્દ્રીય બજેટના વખાણ કરતા કહ્યું હતું કે, ‘આ બજેટ વિકસિત ભારતના વિરાટ સંકલ્પને પૂર્ણ કરનારું બજેટ છે.’

ત્યારે હવે આ બજેટને લઇને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સવારમાં પત્રકાર પરિષદ યોજી હતી. કેન્દ્રીય બજેટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પત્રકાર પરિષદ યોજતા કહ્યું હતું કે, ‘આ બજેટ દરેક વર્ગના સર્વાંગી વિકાસ માટેનું બજેટ છે. આ બજેટમાં પુરતું ધ્યાન આપવામાં આવ્યું છે. ગુજરાતનું બજેટ પણ કેન્દ્રીય બજેટમાંથી પ્રેરણા લઈને બનશે. રાજ્યના બજેટમાં પણ કેન્દ્રીય બજેટની છાંટ જોવા મળશે.

સમાજના તમામ વર્ગોને સંતુલિત રાખતું આ વિકાસલક્ષી બજેટ છે. આ બજેટ અમૃતકાળને અમૃત બનાવનારું બજેટ છે. આ બજેટ દરેક ક્ષેત્રને આવરી લેતું બજેટ છે. બજેટમાં દરેક વર્ગનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ બજેટમાં ગુજરાતને પણ મોટા ફાયદા છે.’