તા. ૭ ઓગસ્ટથી ૨૮મી જવાહર લાલ નહેરૂ રાજ્યકક્ષાની હોકી સ્પર્ધાનો પ્રારંભ

0
136

તા. ૭ ઓગસ્ટથી ૨૮મી જવાહર લાલ નહેરૂ રાજ્યકક્ષાની હોકી સ્પર્ધાનો પ્રારંભ

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

૧૭ વર્ષ થી નાની વયજૂથની બહેનો માટે રાજકોટના મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડમાં સ્પર્ધા યોજાશે

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ૨૮મી જવાહરલાલ નહેરૂ હોકી જુનિયર રાજ્ય કક્ષાની સ્પર્ધા (અન્ડર – ૧૭ બહેનો)નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ રેસકોર્સ ખાતે તા. ૭ ઓગસ્ટ ને રવિવારના રોજ બપોરના ૩ કલાકે યોજાશે. આ ટુર્નામેન્ટ ૯ ઓગસ્ટ સુધી શરૂ રહેશે. આ સ્પર્ધામાં ભાગ લેનારે પટેલ હિન્દુ ધર્મશાળા (હોટલ કાવેરીની બાજુમાં એસ. ટી. બસ સ્ટેન્ડ પાછળ) ખાતે પોતાનું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.

આ સ્પર્ધામાં જોડાવા ઈચ્છતાં ઉમેદવારોએ પોતે નોંધાવેલા અરજીપત્રકમાં જિલ્લા રમત વિકાસ અધિકારીની સહી કરાવેલો પત્ર સાથે રાખવાનો રહેશે અને ૧૫ કોલમનું પાત્રતા ધરાવતું ફોર્મ ફોટા સાથે શાળાના આચાર્યના સહી સાથે રજૂ કરવાનું રહેશે. એન્ટ્રી ફોર્મમાં કોચની વિગતો રજૂ કરવાની રહેશે. નાણાકીય વિગતો માટે બેંક ખાતાનો કેન્સલ ચેક આપવાનો રહેશે. તેમજ રાજ્યકક્ષાએ ભાગ લેનારા સ્પર્ધકોએ સરકારી પરિવહન સેવાઓનો જ ઉપયોગ કરવાનો રહેશે. ખેલાડીઓએ આધારકાર્ડ, જન્મનો દાખલો, સ્કૂલ બોનાફાઇડ સર્ટીફિકેટ પ્રમાણિત કરાવીને તેની નકલ સાથે રાખવાની રહેશે તેમ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.