પ્રગતિશીલ ખેડૂતો માટેની “સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર” યોજના અંતર્ગત અરજી પ્રક્રિયા શરૂ

0
259

પ્રગતિશીલ ખેડૂતો માટેની “સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર” યોજના અંતર્ગત અરજી પ્રક્રિયા શરૂ

રાજ્યના ખાતેદાર ખેડૂતો પૈકી ઉત્સાહી, પ્રગતિશીલ ખેડૂત પોતાની આગવી કોઠાસુઝથી ખેતી ક્ષેત્રે કરેલી વિવિધ વિષયોમાં વિશિષ્ટ કામગીરી અને સાહસવૃતિથી નવીનતમ ટેકનીક દ્વારા ખેડૂતોના મોટા સમુહને લાભ થાય તેવા નવીન સંશોધન બદલ ખેડૂતને પ્રોત્સાહન આપવાના આશયથી ગુજરાત સરકાર દ્વારા ‘‘સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના’’ હેઠળ પુરસ્કાર આપવામાં આવે છે.

આ પુરસ્કાર યોજના હેઠળ જે ખેડૂત મિત્રએ કોઈ પણ પાકની નવીન જાત વિકસાવી અથવા પોતાના વિસ્તારમાં નવીન પાક દાખલ કર્યો હોય, જળ સંચય અને તેના વ્યવસ્થાપન સાથે કરકસરયુક્ત આધુનિક પિયત પધ્ધતિનો ઉપયોગ કર્યો હોય, સેન્દ્રીય ખેતીમાં કૃષિ ઈનપુટ્સમાં નવીનત્તમ કૃષિ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હોય, ખેતી પાકો-બાગાયત પાકોનું સેન્દ્રીય ખેતીનું સર્ટીફાઈડ ઉત્પાદન કર્યું હોય તેવા ખેડૂતો આ પુરસ્કાર મેળવવા માટે અરજી કરી શકે છે. જે માટેનું નિયત ફોર્મ ખાતાની વેબસાઈટ https://dag.gujrat.gov.in ઉપલબ્ધ છે. તેમજ પ્રગતિશીલ ખેડૂત તારીખ ૩૦ જુલાઈ ૨૦૨૨ સુધીમાં તાલુકા વિસ્તરણ અધિકારી(ખેતી) અથવા જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીમાં સાધનિક કાગળો સાથે અરજી પહોંચતી કરી શકશે,