CRPF ની મણીપુરમાં કાર્યવાહી 11 આતંકીઓ ઠાર

છેલ્લા ત્રણ દિવસમાં મણિપુરના પહાડી અને ખીણ જિલ્લાઓમાં સર્ચ ઓપરેશન દરમિયાન, સુરક્ષા દળોએ ઘણા હથિયારો, દારૂૂગોળો અને ઈંઊઉત જપ્ત કર્યા છે

નવીદિલ્હી, તા. 11
CRPF દ્વારા મણિપુરમાં મોટી કાર્યવાહી જોવા મળી છે. મળતી માહિતી મુજબ જીરીબામમાં એન્કાઉન્ટર દરમિયાન CRPFએ 11 આતંકીઓને ઠાર કર્યા છે. આ અથડામણમાં સીઆરપીએફનો એક જવાન ઘાયલ થયો હોવાની માહિતી પણ મળી રહી છે, જેને સારવાર માટે એરલિફ્ટ કરીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સીઆરપીએફના સૂત્રોના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ સીઆરપીએફની ટીમ પર હુમલો કર્યા બાદ આ એન્કાઉન્ટર થયું હતું. આ એન્કાઉન્ટર પહેલા મણિપુરના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) રાજીવ સિંહે કહ્યું હતું કે તેઓ રાજ્યમાં શાંતિ અને સામાન્ય સ્થિતિ ઈચ્છે છે. તેમણે કહ્યું કે આ ખૂબ જ પડકારજનક સમય છે અને તેઓ શક્ય તેટલી શ્રેષ્ઠ તાકાત સાથે તેનો સામનો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અગાઉ, છેલ્લા ત્રણ દિવસમાં મણિપુરના પહાડી અને ખીણ જિલ્લાઓમાં સર્ચ ઓપરેશન દરમિયાન, સુરક્ષા દળોએ ઘણા હથિયારો, દારૂૂગોળો અને ઈંઊઉત જપ્ત કર્યા છે. શનિવારે, આસામ રાઇફલ્સ અને મણિપુર પોલીસની સંયુક્ત ટીમે એક .303 રાઇફલ, બે 9 એમએમ પિસ્તોલ, છ 12 સિંગલ બેરલ રાઇફલ, એક .22 રાઇફલ, દારૂૂગોળો અને અન્ય યુદ્ધ સંબંધિત વસ્તુઓ જપ્ત કરી હતી. કાંગપોકપી જિલ્લામાં એસ ચૌંગૌબાંગ અને માઓહિંગ વચ્ચેની સંયુક્ત ટીમ દ્વારા કરવામાં આવેલા અન્ય ઓપરેશનમાં, એક 5.56 ળળ ઈંગજઅજ રાઇફલ, એક પોઇન્ટ 303 રાઇફલ, બે જઇઇક ગન, બે 0.22 પિસ્તોલ, બે ઇમ્પ્રુવાઇઝ્ડ પ્રોજેકટાઇલ લોન્ચર, ગ્રેનેડ, દારૂૂગોળો પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આસામ રાઇફલ્સ, મણિપુર પોલીસ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) ની સંયુક્ત ટીમે રવિવારે કાકચિંગ જિલ્લાના ઉટાંગપોકપીના સામાન્ય વિસ્તારમાં હથિયારો અને દારૂૂગોળો જપ્ત કરવા માટે ગુપ્ત માહિતી આધારિત ઓપરેશન શરૂૂ કર્યું, જે દરમિયાન 0.22 રાઇફલ, દારૂૂગોળો અને અન્ય યુદ્ધ સંબંધિત વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી.
સોમવારે ઇમ્ફાલમાં પહાડીઓ પરથી આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. જેમાં ખેતરમાં કામ કરતા એક ખેડૂતને ઈજા થઈ હતી. સતત ત્રીજા દિવસે ખેડૂતો પર આ હુમલો છે.
અધિકારીઓનું કહેવું છે કે હુમલાને કારણે બહારના વિસ્તારમાં રહેતા ખેડૂતો પોતાના ખેતરમાં જતા ડરે છે. જેના કારણે પાકની લણણીને અસર થઈ રહી છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
5:50 pm, Jul 24, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm