સાંસ્કૃતિક ઉજવણીઓ ભારતવર્ષને સામાજિક એકતાના તાંતણે બાંધવામાં મહત્વની ભૂમિકા ભજવે છે:રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

0
1742

સાંસ્કૃતિક ઉજવણીઓ ભારતવર્ષને સામાજિક એકતાના તાંતણે બાંધવામાં મહત્વની ભૂમિકા ભજવે છે:રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે રામનવમીના પાવન પર્વ નિમિતે માધવપુર ખાતે શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણી વિવાહની પંચદિવસીય સાંસ્કૃતિક ઉજવણીનો શુભારંભ કરાવ્યો હતો અને દેશની જનતાને રામનવમીની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે, સાંસ્કૃતિક ઉજવણીઓ અને તીર્થસ્થાનોએ ભારતવર્ષને સામાજિક એકતાના તાંતણે બાંધવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. રામનવમીની ઉજવણી સાથે શ્રીકૃષ્ણ – રૂક્ષ્મણી વિવાહને જોડવાથી સાંસ્કૃતિક એકતાનો સમન્વય થાય છે, એવી શુભભાવના પ્રદશત કરતા રાષ્ટ્રપતિ કોવિંદે આ મેળાનો શુભારંભ કરવા બદલ પોતાનેસદભાગી ગણાવ્યા હતા. તેમણે ગૌરવાન્વિત જાહેરાત કરતાં કહ્યું હતું કે, હવેથી પ્રતિવર્ષ આ મેળો ભારત સરકારના યુવા અને સાંસ્કૃતિક વિભાગના સહયોગથી ઉજવવામાં આવશે. વધુમાં જણાવ્યું હતું કે, માધવપુર મેળા જેવા આયોજનો દેશની યુવાપેઢીને સાંસ્કૃતિક વારસા પ્રત્યે સભાન બનાવે છે અને તેમને દેશના મુખ્યપ્રવાહમાં સામેલ થવાની પ્રેરણા પુરી પાડવા ઉપરાંત દેશના અન્ય ભાગોની પારંપરિક વાનગીથી પરિચિત થવાની તક પણ પુરી પાડે છે. ત્રેતા યુગના મર્યાદાપુરષોત્તમ શ્રીરામ તથા દ્વાપર યુગના ભગવાન શ્રીકૃષ્ણના જીવન-કવનનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, આ બંનેના જીવન પરથી ભારતીયોને સાંપ્રત પડકારોનો સામનો કરવાની પ્રેરણા મળે છે. ગુજરાત અને ઉત્તરપૂર્વના મિલનનું સાક્ષી બનવા બદલ માધવપુરની ભૂમિને રાષ્ટ્રપતિશ્રી કોવિંદે વંદન કર્યા હતા. દેશની યુવા

યુવા પેઢી ભારતની એકતા અને શ્રેતા સ્થાપિત કરવામાં પોતાનું મહત્તમ યોગદાન પ્રદાન કરે તેવો સંકલ્પ કરવા રાષ્ટ્રપતિએ આ પ્રસંગે યુવાનોને આહવાન કર્યું હતું અને ઉમેર્યું હતું કે, માધવપુરનો મેળો સાંસ્કૃતિક, આધ્યાત્મિક, સામાજિક ચેતનાનું સ્થાપન કરવામાં અગત્યનો પુરવાર થશે.

આ પ્રસંગે રાજયપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, માધવ નામ શ્રીકૃષ્ણનું છે. માધવે લગ્ન માધવપુર ઘેડમાં કર્યા હતા. લગ્ન સંબંધથી પારિવારિક સંબંધ બને છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, રામનવમીના પાવન પર્વ નિમિતે રાષ્ટ્રપતિની ઉપસ્થિતિ સમગ્ર રાજય માટે ગૌરવની ક્ષણ છે. માધવપુરનો મેળો એક ભારત શ્રે ભારતની પરિકલ્પનાને સંપૂર્ણ રીતે ચરિતાર્થ કરે છે. કૃષ્ણ ભગવાનની પરિણયગાથાની ઉજવણી સ્વરૂપે રામનવમીથી તેરસ સુધી માધવપુર ખાતે જનસામાન્ય શ્રીકૃષ્ણ – રૂક્ષ્મણીના વિવાહમાં ઉત્સાહપૂર્વક સામેલ થાય છે. આ મેળો ગુજરાત અને ઉત્તર પૂર્વીય સાંસ્કૃતિક વારસાના એક્યનું પ્રતિક છે

રૂક્ષ્મણી – કૃષ્ણ વિવાહ પ્રસંગ નિમિતે માધવપુરનો મેળો નોર્થ ઇસ્ટને ભારતના મુખ્ય પ્રવાહમાં જોડવાનો સન્માનનીય પ્રયાસ હોવાનું જણાવી મેઘાલયના મુખ્યમંત્રીશ્રી કોનરેડ સંગમાએ જણાવ્યું હતું કે, આજનો દિવસ ઇસ્ટ અને વેસ્ટના મિલનનો દિવસ છે. ભારતમાં નોર્થ ઇસ્ટ વેસ્ટ સાઉથમાં વિભિન્ન સંસ્કૃતિ હોવા છતાં ભાઇચારા સાથે દેશ આગળ વધી રહ્યો હોવાનું તેઓએ ગૌરવ સાથે જણાવ્યું હતું.

રાષ્ટ્રપતિના આગમન સમયે બેન્ડની સુરવલીઓ દ્વારા રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટયથી કાર્યક્રમનો શુભારંભ થયો હતો. માધવપુર મેળાનું ઐતિહાસિક મહત્વ દર્શાવતી ડોકયુમેન્ટ્રી ફિલ્મનું આ પ્રસંગે પ્રસારણ કરાયું હતું.