જો તમે હજુ પણ બેંક લોકરનો ઉપયોગ કરો છો અથવા બેંક લોકર લેવાનો પ્લાન છે, તો તમારા માટે આ ખૂબ જ કામના સમાચાર છે. હકીકતમાં 1 જાન્યુઆરી 2023થી બેંક લોકરના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. ભારતીય રિઝર્વે બેંકે તમામ પ્રમુખ બેંકોને 1 જાન્યુઆરી 2023 પહેલા પોતાના ગ્રાહકોને લોકર એગ્રીમેન્ટ આપવા માટે કહ્યું છે.
જે બાદ RBIના રિવાઇઝ નિયમો અનુસાર બેંક એ નક્કી કરશે કે તેમના લોકર નિયમો અનુસાર બેંક એ નક્કી કરશે કે તેમના લોકર એગ્રીમેન્ટમાં કોઈ અયોગ્ય નિયમ કે શરત તો નથીને. બેંકો પોતાના હાલના લોકર ગ્રાહકો સાથે પણ એગ્રીમેન્ટ રિન્યુ કરશે. 1 જાન્યુઆરી 2023થી નવા લોકર નિયમો લાગુ થઈ જશે.