રાજકોટ મિરર,
બંગાળની ખાડીમાં વાવાઝોડા સિસ્ટમ વચ્ચે ગુજરાતના અમુક ભાગોમાં માવઠાની શકયતા છે છતાં આગામી એક સપ્તાહ સુધી શિયાળો હુંફાળો રહેવાની અને સોમવારથી ઠંડી ઓછી થવાની આગાહી કરવામાં આવી છે. તેઓએ આજે વાતચીતમાં જણાવ્યું હતું કે દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં ડિપ્રેશન સિસ્ટમ ચેન્નાઇથી 900 કિ.મી. દુર દક્ષિણ-પૂર્વમાં સ્થિત છે. આ સિસ્ટમ એક દિવસ પશ્ર્ચિમ-ઉતર-પશ્ચિમ તથા ત્યારબાદ ઉત્તર-પશ્ચિમ તરફ ગતિ કરશે અને ઉત્તરીય તામીલનાડુ, પોંડીચેરી તથા દક્ષિણ આંધ્રપ્રદેશ તરફ આગળ વધશે. તા.9ના રાત્રીથી માંડીને તા.10ને સવાર સુધીમાં કિનારા પર ત્રાટકવાની શકયતા છે.
સિસ્ટમ સ્થળે હાલ 45 થી 55 કિ.મી.ની ઝડપે ફુંકાઇ રહ્યો છે. ઝાટકાના પવનની ગતિ 65 કિ.મી.ની છે. આવતા 24 કલાક દરમ્યાન આ સિસ્ટમ વધુ મજબુત થઇને વાવાઝોડામાં પરિવર્તિત થઇ જવાની શકયતા છે અને 10મીએ જમીન પર આવી જશે.
તેઓએ કહ્યું કે, વિવિધ હવામાન મોડેલો મુજબ આ સિસ્ટમ જમીન પર આવ્યા બાદ અરબી સમુદ્રમાં દાખલ થવાની શકયતા છે અને તેની અસરે દક્ષિણ ભારતમાં સાર્વત્રિક વરસાદ થવા ઉપરાંત મહારાષ્ટ્ર સુધી પણ અસર રહેશે અને તેના પ્રભાવ હેઠળ મહારાષ્ટ્રને લાગુ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવા માવઠા થવાની સંભાવના છે.