દાહોદ: દારૂ ભરેલી ગાડી રોકવા જતાં પોલીસ પર ફાયરિંગ કરી લુખ્ખાતત્વોએ પોલીસની ગાડીને આગ ચાંપી

0
310

બુટલેગરો ફરી બેફામ બન્યા છે. પોલીસનો ડર જ ન હોય તેવી વધુ એક ઘટના દાહોદમાં સામે આવી છે. જ્યાં પોલીસ અને બુટલેગરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. આ દરમિયાન લુખ્ખાતત્વોએ પોલીસ પર ફાયરિંગ કર્યું હતું અને પોલીસની ગાડીને આગ ચાંપી હતી.
દાહોદના સાગટાળાના કાળીયાકુવા રોડ ઉપર બુટલેગરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. દારૂ ભરેલી ગાડી રોકતા બુટલેગરોએ પોલીસ પર હુમલો કરી ફાયરિંગ કર્યું હતું. જવાબમાં પોલીસે ૩ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. મધ્યપ્રદેશના અલીરાજપુર, કઠીવાડા અને ગુજરાતના નાની વડોઈના બુટલેગરે પોલીસ ઉપર હુમલો કર્યો હતો અને ફાયરિંગ કર્યું હતું.
સાગટાળાના કાળીયાકુવા રોડ ઉપર પોલીસ ઉપર ફાયરિંગ કરાયું હતું અને ગાડી સળગાવી હતી. દારૂની ભરેલી ગાડી રોકવા જતાં લુખ્ખાતત્વો ઉશ્કેરાયા હતા અને પોલીસ પર હુમલો કર્યો હતો. સાથે જ બેફામ બનેલા લુખ્ખાતત્વોએ પોલીસ ઉપર ફાયરિંગ કર્યુ હતું અને પોલીસની ગાડી સળગાવી હતી. પોલીસે પણ સ્વબચાવમાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.