સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ “વંદે ગુજરાત વિકાસ યાત્રા” હેઠળ જનતાને આપશે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ

0
2657

 

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ “વંદે ગુજરાત વિકાસ યાત્રા” હેઠળ જનતાને આપશે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ

છેલ્લાં ૨૦ વર્ષોમાં ગુજરત સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસની હરણફાળ ગતિનો અનુભવ લોકોએ કર્યો છે. આ અનુભવ વધુ યાદગાર બને તે માટે રાજ્ય સરકાર દ્વારા તા. ૫ જુલાઈથી વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૫ દિવસ ચાલનારા આ કાર્યક્રમ હેઠળ ૧૯ જુલાઈ સુધી જિલ્લાના વિવિધ ગામોમાં વિકાસ રથ ચાલશે. વિકાસ રથ યાત્રાની સાથે વિવિધ વિભાગો દ્વારા લોકોને લોકકલ્યાણકારી યોજાઓ વિશે માહિતગાર કરીને એ યોજનાઓનો લાભ મેળવે તેવી નક્કર કામગીરી સાથે વંદે ગુજરાત વિકાસ યાત્રાની હોંશભેર ઉજવણી કરવામાં આવશે. ત્યારે આ ઉજવણી અન્વયે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની વિવિધ યોજનાઓનો લાભ ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ આપવામાં આવશે. જેમ કે ડો. આંબેડકર આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને આવાસની ફાળવણી, કુંવરબાઈનું મામેરું અને માનવ ગરિમા યોજના અંગેની સહાયનું વિતરણ કરવામાં આવશે. તેમજ પ્રધાનમંત્રી કેર યોજના બાબતે જાગૃતતા ફેલાવવાના હેતુથી એક ફિલ્મનું પ્રદર્શન કરવામાં આવશે.