દેવાયત ખવડની ગૂંડાગીરી : ધોકા-પાઇપ ઉલાળ્યા : યુવાનના પગ ભાંગી નાંખ્યા

0
41509

અગાઉ રવિરત્નપાર્કમાં કાર પાર્કિગના મામલે મયુરસિંહ અને કલાકારને
થયેલી બોલાચાલી બાદ બંને વચ્ચે લાંબા સમયથી ચાલતો ડખ્ખો લોહીયાળ બન્યો

રાજકોટ
સોૈરાષ્ટ્ર-ગુજરાતમાં લોકસાહિત્યકાર તરીકે નામના ધરાવતાં દેવાયત ખવડ વધુ એક વખત વિવાદમાં આવતાં ચર્ચા જાગી છે. ડાયરાઓમાં જમાવટ કરતાં આ કલાકારે હવે માઇક-હાર્મોનીયમ મુકી ધોકા-પાઇપ ધારણ કરી વિષ્ણુવિહાર સોસાયટીમાં રહેતાં કોન્ટ્રાક્ટર ક્ષત્રિય યુવાનના બંને પગ ભાંગી નાંખતા ચકચાર મચી ગઇ છે. લાંબા સમયથી આ યુવાન અને કલાકાર-લોકસાહિત્યકાર વચ્ચે ઘર પાસે પાર્કિંગ મામલે મનદુ:ખ ચાલી ર ાું હતું. જે હવે લોહીયાળ નિવડ્યું છે. બંને પગમાં ગંભીર ઇજા પામનાર ક્ષત્રિય યુવાનને સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાવાયા બાદ વધુ સારવાર માટે સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવા તજવીજ થઇ હતી. ભરબપોરે લોકસાહિત્યકારે સરાજાહેર ટ્રાફિકથી સતત ધમધમતાં રહેતાં સર્વેશ્ર્વર ચોકમાં ગુંડાગીરી-દાદગીરીનું પ્રદર્શન કરતાં કલાકારજગતમાં પણ ચકચાર મચી ગઇ છે. આ હુમલાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે. જેમાં દેવાયત અને તેની સાથેનો શખ્સ કઇ રીતે તૂટી પડે છે દ્રશ્યો જોવા મળે છે. સોશિયલ મિડીયામાં આ વિડીયો ખુબ વાયરલ થયો છે.

જાણવા મળ્યા મુજબ શહેરના કાલાવડ રોડ પર વિષ્ણુવિહાર સોસાયટી પ્લોટ નં. એ-41માં રહેતાં અને ક્ધસ્ટ્રક્શનનું કામ કરતાં મયુરસિંહ સંપતસિંહ રાણા (ઉ.વ.30) નામના યુવાન પર બપોરે ડો. યાજ્ઞિક રોડ પર સર્વેશ્ર્વર ચોકમાં ધોકા-પાઇપથી હુમલો થતાં બંને પગ ભાંગી જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ હુમલો ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને અજાણ્યાએ જુના મનદુ:ખને કારણે કર્યો હોવાનું હાલ બહાર આવ્યું હતું. બનાવને પગલે પોલીસે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી.

વધુમાંપ્રાપ્ત માહિતી અનુસાર વિષ્ણુવિહાર સોસાયટીમાં રહેતાં મયુરસિંહ રાણા બપોરે સર્વેશ્ર્વર ચોકમાં પુષ્કર એપાર્ટમેન્ટ પાસે સમય મીરર નામની ઓફિસ પાસે કાર લઇને પહોંચ્યા હતાં અને કારમાંથી નીચે ઉતરી ઓફિસ તરફ જવાની તૈયારીમાં હતાં ત્યાં જ તેમના પર ધોકા અને પાઇપથી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં તેના બંને પગમાં ફ્રેકચર થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ-ડિવીઝન પોલીસને જાણ કરવા કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનિય છે કે થોડા સમય પહેલા જ મયુરસિંહ રાણાએ પોલીસ કમિશનરને તથા યુનિવર્સિટી પોલીસને અરજી કરી લોકસાહિત્યકાર દેવાયત ખવડ પોતાને ધમકી આપે છે તેવી રજૂઆતથ કરી હતી. મયુરસિંહે જે તે વખતે અરજીમાં જણાવ્યું હતું કે પોતે જ્યાં રહે છે તેની બાજુમાં જ દેવાયત ખવડના કોૈટુંબીક મામા રહે છે. તા. 23/9/21ના રોજ દેવાયત અહિ આવેલ ત્યારે મયુરસિંહ અને તેની વચ્ચે પાર્કિંગ બાબતે ચડભડ થઇ હતી. એ વખતે દેવાયત ખવડે રિવોલ્વર દેખાડી હતી. જે તે વખતે સમાધાન થઇ ગયું હતું.
કહેવાય છે કે સમાધાન થઇ ગયા પછી પણ મયુરસિંહ રાણા અવાર – નવાર ફેસબુક પર લાઇવ થઇ લોકસાહિત્ય કલાકાર દેવાય ખવડને બેફામ ગાળો દેતા હતા જેના વિડીયો સોશિયમ મિડીયામાં વાયરલ થયા હતા જે અંગે દેવાયત ખવડે અગાઉ પોલીસમાં ફરીયાદ પણ નોંધાવી હતી.

બાજુમાં રહેતાં પોતાના મામાના ઘરે જાય ત્યારે તોછડાઇભર્યુ વર્તન કરી રિવોલ્વર બતાવી ધમકી તેના દ્વારા અપાતી હતી. આ ઉપરાંત જ્ઞાતિના સમારોહમાં પણ અપમાનીત વર્તન કર્યુ હોવાનું જે તે વખતે થયેલી અરજીમાં જણાવાયું હતું. અરજી અનુસંધાને પોલીસે કાર્યવાહી પણ કરી હતી. આ વચ્ચે આજે બપોર બાદ મયુરસિંહ રાણા પર હુમલો થતાં અને બંને પગ ભાંગી નાખવામાં આવતાં તેમજ આ હુમલો દેવાયત ખવડે કર્યો હોવાનું તેણે જણાવતાં ચકચાર મચી ગઇ હતી. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી હુમલો કરનારને શોધી કાઢવા કાર્યવાહી કરી છે.
મયુરસિંહ રાણા પોતાની સમય મીરર નામની ઓફિસ પાસે કાર પાર્ક કરતાં હતાં ત્યારે દેવાયત ખવડ અને અજાણ્યાએ આવી ધોકા-પાઇપના ઘા ફટકાર્યાનું અને હુમલો કરી બંને શખ્સ કારમાં ભાગી ગયાનું તેમજ હુમલાને કારણે મયુરસિંહના બંને પગમાં ફ્રેકચર થઇ ગયાનું જણાવવામાં આવ્યું હતું. લોકસાહિત્યકાર અને ડાયરામાં જનતાને
ડોલાવતાં કલાકાર દેવાયત ખવડે દાદાગીરી આચરી એક યુવાનને લોહીલુહાણ કરી નાંખતા ચર્ચા
જાગી છે.