GPSCના પૂર્વ ચેરમેન દિનેશ દાસાને સોંપાઈ મોટી જવાબદારી;UPSCના સભ્ય તરીકે કરાઈ વરણી

0
211

GPSCના પૂર્વ ચેરમેન દિનેશ દાસાને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાત જાહેર સેવા આયોગના પૂર્વ ચેરમેન દિનેશ દાસાની રાષ્ટ્રપતિએ UPSCના સભ્ય તરીકે નિમણૂંક કરી છે. અત્રે જણાવીએ કે, UPSCના સભ્ય તરીકે રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવી છે. જેની જાણ દિનેશ દાસાએ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા કરી છે અને આ નિયુક્તી માટે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે.
દિનેશ દાસાએ ટ્વીટ કરી જણાવ્યું છે કે, રાષ્ટ્રપતિએ મને યુપીએસસીના સભ્ય તરીકે નિયુક્ત કર્યો છે તે જણાવતા હું નમ્ર છું. GPSCનું નેતૃત્વ કર્યું હતું આ તક એ કામનું વિસ્તરણ છે. મારા જીવનની આ મહત્વની ક્ષણે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હૃદયપૂર્વક આભાર માનું છું જેમણે મને મારી સમગ્ર સફરમાં માર્ગદર્શન આપ્યું છે. વધુમાં લખ્યું છે કે, હું અતૂટ સમર્પણ અને ઇમાનદારી સાથે આપણા રાષ્ટ્રની પ્રગતિમાં પૂરા દિલથી યોગદાન આપવા માટે તૈયાર અને ઉત્સાહી છું.
અત્રે જણાવીએ કે, અત્યારે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ના ચેરમેન પદ પર પણ એક ગુજરાતી વ્યક્તિ છે. ડો મનોજ સોની UPSCના ચેરમેન છે. UPSCના સભ્યનો સમયગાળો છ વર્ષ અથવા 65 વર્ષની ઉંમર હોય છે.
ડો. દિનેશ દાસાએ GPSCના ચેરમેન તરીકે સતત છ વર્ષ સુધી જવાબદારી સંભાળી છે. 41 વર્ષની ઉંમરે GPSCના ચેરમેન બનનાર દિનેશ દાસા જાહેર સેવા આયોગમાં દેશના સૌપ્રથમ અને સૌથી નાની ઉંમરના ચેરમેન હતા. તેમણે ચેરમેન તરીકેના 6 વર્ષના કાર્યકાળ દરમિયાન કુલ 24,382 જગ્યાઓ પર ભરતી માટે કામગીરી કરી છે. તો 827 જાહેરાતો પર ભરતી અંગેની કામગીરી કરી છે. તેમના કાર્યકાળ દરમિયાન એક પણ પેપરલીકની ઘટના પણ સામે આવેલી નથી.