કલેક્ટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સમિતીની બેઠક યોજાઇ

0
305

કલેક્ટર શ્રી અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સમિતીની બેઠક યોજાઇ

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને પ્રવાસન બોર્ડની બેઠક યોજાઈ હતી.

        આ બેઠકમાં રાજકોટ જિલ્લામાં પ્રવાસન અને યાત્રાધામ બોર્ડ દ્વારા કાર્યરત વિવિધ વિકાસના કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં પ્રગતિ હેઠળ ધાર્મિક સ્થળોનું નવનિર્માણ, નવીનીકરણ અને અન્ય બાંધકામ અર્થે વિવિધ કામોને બહાલી આપવામાં આવી હતી અને પ્રગતિ હેઠળના  કાર્યોની સમીક્ષા કરી હતી.

        આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભુપતભાઈ બોદર, ધારાસભ્યશ્રી કુંવરજીભાઈ બાવળિયા, ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પટેલ, જિલ્લા આયોજન અધિકારીશ્રી નીતિન ટોપરાણી, પ્રાંત અધિકારીશ્રીઓ તેમજ અન્ય સંબધિત વિભાગીય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.