મચ્છર જન્ય રોગચાળો વધતા તંત્ર દ્વારા શહેરમાં ફોગિંગ અને પોરાનાશક કામગીરી કરવામાં આવી

0
4949

મચ્છર જન્ય રોગચાળો વધતા તંત્ર દ્વારા શહેરમાં ફોગિંગ અને પોરાનાશક કામગીરી કરવામાં આવી

તાજેતરમાં વરસાદ તથા તાપમાનમાં ફેરફારના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે જેના કારણે ઋતુ જન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયો છે.ગત સપ્તાહમાં શરદી, ઉધરસના 224, સામાન્ય તાવના 63 અને ખોરાકજન્ય ઝાડા-ઉલ્ટીના 68 દર્દીની નોંધ થઇ છે.

તંત્ર દ્વારા 64,922 ઘરોમાં પોરાનાશક અને 1844 ઘરોમાં ફોગીંગ કામગીરી કરવામાં આવી છે. જે વિસ્તારોમાં આ કામગીરી હેઠળ ચંદન પાર્ક શેરી નં. 1 થી 5, ચંદન પાર્ક મેઇન રોડ તથા આજુબાજુનો વિસ્તાર, રૈયા ચોકડી ઓફિસ થી રૈયા રોડ ચંદન પાર્ક, ચંદનપાર્ક થી બાપાસિતારામ ચોક થી ગોપાલ ચોકથી સાઘુવાસવાણી રોડ થી યુનિ રોડ થી ચોક થી કિડની હોસ્પિટલવાળા રોડ થી તોરલ પાર્કતથા મેઇન રોડ આજુબાજુનો વિસ્તાર, આર્યશ્રી સોસા. અંબિકા ટાઉનશી૫, જીવરાજ પાર્ક, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે તોરલ પાર્ક થી યુની. રોડ થી પ્રેમ મંદિર પાસે થી ભીમનગર રોડ થી મવડી પોલીસ લાઇન થી બાપાસીતારામ ચોક થી માટેલ ચોક, આર્યશ્રી સોસા.તથા મેઇન રોડ તથા આજુબાજુનો વિસ્તાર, સ્વામીનારાયણ પાર્ક મેઇન રોડ તથા આજુબાજુનો વિસ્તાર, સત્ય સાંઇ રોડ, સ્વામીનારાયણ પાર્ક થી ગીરનાર મજુર કોલોની થી ઘરમનગર થી બાલાજી હોલ પાસે થી આલા૫ હેરીટેઝ પાસે સત્યહાર્ટ હોસ્પિટલ મેઇન રોડ થી કે.કે.વી. સર્કલ વગેરેનો સમાવેશ થાય છે.

ડેંગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે જુદી જુદી મિલકતોમાં ચેકીંગ કરીને રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ સબબ 738 આસામીને નોટીસ તથા રૂા..1.84 લાખના વહીવટી ચાર્જ વસુલાત કરવામાં આવી છે.ડેન્ગ્યુ અને મેલેરીયા સહિતના મચ્છરજન્ય રોગચાળા અટકાયત માટે તકેદારીના તમામ પગલા લેવા મહાપાલિકાએ લોકોને અપીલ કરી છે.