ગેસ સિલિન્ડર લીકેજ હોવાથી સ્વીચ ઓન કરવા જતા લાગી ભયાનક આગ,મકાનમાલીક બળીને ભડથું

0
1091

લીલીયા નજીક સલડી ગામે મકાનમાલિકે રસોડાની લાઈટ ચાલુ કરવા સ્વીચ ઓન કરતા જ લીકેજ ગેસ બાટલામાં આગ લાગતા તે આખા શરીરે દાઝી ગયા હતા. જેના કારણે સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે, અમરેલી જીલ્લાના લીલીયા તાલુકાના સલડી ગામે રહેતા બાલુભાઈ મનજીભાઇ દેસાઈ પોતાના રહેણાંક મકાનના રસોડામાં લાઈટની સ્વીચ પાડતા રસોડામાં રહેલ ગેસનો બાટલો લીક હોવાને કારણે એકદમ ભડકો થયો હતો. જેના કારણે અગ્નિની જ્વાળાને લીધે દાજી જવાથી તેઓને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી. ત્યાર બાદ તેઓ બોલી પણ શકતા ન હતા જેથી તેમને તાત્કાલિક ધોરણે સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા જોકે ત્યારબાદ રાજકોટથી અમરેલી સિવિલ હોસ્પિટલમાં પરત લાવેલ અને ત્યાર બાદ તેમનું મૃત્યુ થયું હતું.
આ બનાવને પગલે લીલીયા પોલીસ મથક ખાતે સતિષભાઈ બાલુભાઈ દેસાઈ દ્વારા ઘટનાની જાણ કરતા પોલીસે બનાવને લઈને આગળની કાર્યવાહી શરુ કરી હતી.