રાજકોટ ડીવીઝનમાં આવતા સેક્શનમા ડબલ ટ્રેકની કામગીરીને પગલે અનેક ટ્રેન થઇ રદ, તો આ ટ્રેનના ટાઇમ ટેબલમાં થયો ફેરફાર!

0
1483

રાજકોટ રેલ્વે ડીવીઝન હેઠળ આવતા અનેક રૂટો બંધ અથવા તો ટાઇમ ટેબલમાં ફેરફારો કરવામાં આવ્યા છે.  હાલ રાજકોટ ડિવિઝન હેઠળ આવતા સેક્શનમા ડબલ ટ્રેકની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે ત્યારે આ કામગીરીને પગલે રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાંઆવેલા વાગડીયા-થાન-લાખામાંચી-દલડીમાં ડબલ ટ્રેકની કામગીરી ચાલી રહી છે. આ કામ માટે બ્લોકને પગલે આજે 4 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી, 2023 સુધી રેલ ટ્રાફિકને અસર થશે આથી તા. 16 જાન્યુઆરી સુધી અનેક ટ્રેન રદ કરવામાંઆવી છે તો અમુક ટ્રેનો આંશિક રીતે રદ કરાઈ છે બીજી બાજુ અમુક ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેમ રાજકોટડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફએ જણાવ્યું છે.

*આ ટ્રેનો થશે મોડી*

ટ્રેન નંબર 19015 મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ અને ટ્રેન નંબર 22908 હાપા-મડગાંવ એક્સપ્રેસ માર્ગમાં 20 મિનિટ મોડી થશે.

ટ્રેન નંબર 19015 મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ માર્ગમાં 20 મિનિટ મોડી થશે.

ટ્રેન નંબર 15045 ગોરખપુર-ઓખા એક્સપ્રેસ માર્ગમાં 1 કલાક 45 મિનિટ લેટ થશે.

ટ્રેન નંબર 19015 મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ અને ટ્રેન નંબર 19578 જામનગર- તિરુનાલવેલી એક્સપ્રેસમાર્ગમાં 20 મિનિટ મોડી થશે. વધુ માહિતી માટે www.enquiry.indianrail.gov.in નો સંપર્ક કરવા જણાવાયું છે.

આ ટ્રેનો કરાઈ રદ

– ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 05.01.2023 થી 15.01.2023 સુધી રદ

– ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 06.01.2023 થી 16.01.2023 સુધી રદ કરાઈ છે.

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનોની યાદી*

ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસને 04.01. થી 14.01.સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસને તા. 05 થી 15.01.2023 સુધી સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી ચલાવવામાંઆવશે. આમ આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

ટ્રેન નંબર 12267 મુંબઈ સેન્ટ્રલ-હાપા દુરંતો એક્સપ્રેસ આજે તા. 04. થી 14.01.2023 સુધી મુંબઈ સેન્ટ્રલથી સુરેન્દ્રનગરસુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-હાપા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

ટ્રેન નંબર 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસને 05.01.2023 થી 15.01.2023 સુધી સુરેન્દ્રનગરથી મુંબઈ સેન્ટ્રલસુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન હાપા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

ટ્રેન નંબર 19119 અમદાવાદ-વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસને 05.01.2023 થી 15.01.2023 સુધી અમદાવાદથી સુરેન્દ્રનગરસુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-વેરાવળ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

ટ્રેન નંબર 19120 વેરાવળ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસને 05.01.2023 થી 15.01.2023 સુધી સુરેન્દ્રનગરથીઅમદાવાદ સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન વેરાવળ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

ટ્રેન નંબર 22923 બાંદ્રા-જામનગર હમસફર એક્સપ્રેસ ને 05.01.2023, 07.01.2023, 09.01.2023, 12.01.2023 અને14.01.2023 ના રોજ બાંદ્રાથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-જામનગર વચ્ચે આંશિક રીતેરદ રહેશે.

ટ્રેન નંબર 22924 જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસને તા. 6.01, 8.01., 10.01., 13.01. અને 15.01.2023ના રોજસુરેન્દ્રનગરથી બાંદ્રા સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન જામનગર-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

રીશેડ્યુલ કરેલી ટ્રેનો

ઓખાથી તા. 05. અને 12.01.2023ના રોજ ઉપડનારી ટ્રેન નં. 22969 ઓખા-વારાણસી એક્સપ્રેસને રીશેડ્યુલ કરવામાંઆવશે. આ બંને દિવસે આ ટ્રેન ઓખાથી 2 કલાક 30 મિનિટ મોડી એટલે કે 14.05 કલાકને બદલે 16.35 કલાકે ઉપડશે.