કોડીનારમાંથી 3 જામગરી બંદૂક સાથે ડફેર ઝડપાયો

0
442

ફોરેસ્ટ ગાર્ડ ઉપર હુમલો કરી ફરજમાં
રૂકાવટ કરવાના ગુનાનો પણ ભેદ ખૂલ્યો

રાજકોટ મિરર,
ગીર સોમનાથ જિલ્લા ના કોડીનાર પંથકમાં ફોરેસ્ટ ગાર્ડ ઉપર ખૂની હુમલો કરવાના અનડિટેકટ ગુનાનો એસઓજી એ ભેદ ઉકેલી કોડીનારમાંથી જ આરોપી ની ઘરપકડ કરી તેની પાસેથી દેશી બનાવટ ની ત્રણ જામગરી બંદૂક કબ્જે કરી નાસ્તા ફરતા અન્ય આરોપી ની શોધખોળ કરી હાથધરી છે
ગીર સોમનાથ જિલ્લા માં અનડેટિકટ ગુનાઓનો ભેદ ઉકેલવા જિલ્લા પોલીસે વડા મનોહરસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ એસઓજી અને એલસીબી ની અલગ અલગ ચાર ટીમ બનાવી અનડિટેકટ ગુનાઓનો ભેદ ઉકેલવા ખાસ સૂચના આપી હતી જેના પગલે કોડીનાર મજેવડી દરવાઝા પાસેતી યુનુસ મહંમદ સંધિની ઘરપકડ કરી તેના ઘર માંથી દેશી બનાવટ ની જામગરી બંદૂક કબજે કરી હતી
પોલીસેની પૂછ પરછ માં દેવડી જંગલ વિસ્તાર માં અગાઉ ફોરેસ્ટ કર્મચારી ઉપર હુમલો કરી ફરજમાં રુકાવટ કરવાના ગુનામાં પણ વોન્ટેડ હોવાનું જાણવા મળ્યું છે
આરોપી સાથે ગુનામાં મદદ કરવામાં સલીમ લતીફ ડફેર પણ સામેલ હોય નાસતોફરતો આરોપીને ઝડપી લેવા માટે કર્યવાહી હાથ ધરી છે એસઓજી પીઆઇ એ. બી. જાડેજા પીએસઆઇ વી. એમ. ઝાલા સહીત ના સ્ટાફ એ કરી હતી