ભાવનગર અને પાલિતાણામાં અલગ અલગ સ્થળે ઇ.ડી.ના દરોડા:આધારકાર્ડ સહીતના ડોક્યુમેન્ટ જપ્ત

0
101

ભાવનગરમાં બોગસ બીલીંગ કરી કરોડોની આવક કરતા તત્વો પર જીએસટી તંત્રએ સકંજો જાડો કર્યો છે. ત સાથોસાથ એસ.આઇ.ટી.ની રચના પણ કરાય છે. જ્યારે દિલ્લી ખાતે તાજેતરમાં બેઠક મળ્યા બાદ આ બે નંબરના નાણાના મુળને તોડી પાડવા સમગ્ર મામલે ઇ.ડી.ને પણ ઇન્વોલ કરાયા હોય ભાવનગર અને પાલિતાણામાં અલગ અલગ સ્થળે દરોડા પાડી તપાસ હાથ ધરાઇ હોવાનું જણાયું છે.
બોગસ બીલીંગ આચરી ખોટી વેરાશાખ મેળવી સરકારી તિજોરીને કરોડોની નુકસાની સામે આવી છે. હાલમાં જ પાલિતાણામાંથી પણ આ બોગસ બિલીંગનું રેકેટ ઝડપાયું હતું અને ફરિયાદ પણ નોંધાઇ હતી. આ મુદ્દાને ગંભીરતાથી લઇ પોલીસે એસ.આઇ.ટી. પણ બતાવી છે અને તપાસ શરૂ છે. દરમિયાન તાજેતરમાં દિલ્લી ખાતે એસ.આઇ.ટી.ની મળેલી મીટીંગ બાદ બે નંબરના આવકના સ્ત્રોત અને તેના વપરાશ અંગેની તપાસ કરી ફાઇનાન્સીયલ સ્ટ્રક્ચરને તોડવા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઇ.ડી.ને ઇન્વોલ કરાયાનું મનાય છે. જે સંલગ્ન બાબતોએ આજે ભાવનગર શહેરના કાળીયાબીડ સહિતના બિસ્મારો તેમજ પાલિતાણા પીપરડી નંબર-૨ ગામે રહેતા રાજુભાઇના ઘરે વહેલી સવારથી ઇ.ડી.ના અધિકારીઓ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. અને અવિરત છ કલાક સુધી પુછપરછ બાદ આધારકાર્ડના ફોર્મ અને જુદા જુદા વ્યક્તિના ડોક્યુમેન્ટ જમા કરવામાં આવ્યા હોવાનું તેમજ પાલિતાણામાં અન્ય બે જગ્યાએ પણ તપાસ ચાલુ કરી હોવાનું જણાયં છે. જોકે દરોડા અંગે સત્તાવાર હજુ સુધી કોઇ માહિતી જાહેર કરાઇ નથી.
સામાન્ય રીતે બોગસ બીંલીગ ઝડપાય તો છે અને તેનો આંકડો નાનો નહી પણ કરોડોમાં અંકાય છે. ત્યારે આવી બે નંબરની કમાણીના રૂપિયા દેશ વિરોધી પ્રવૃત્તિમાં વપરાતા હોવાની આશંકાના પગલે પૈસાનં મુળ તોડવા તખ્તો ઘડાયો હોવાનું ચર્ચાઇ રહ્યું અને આ હેતુ સાથે બોગસ બીલીંગ કાંડમાં ઇડીની એન્ટ્રી થઇ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.