એલોન મસ્કે ફરી કરી નવી જાહેરાત ;ટ્વિટર પર યુઝર પાસેથી પ્રતિ લેખ વાંચવા માટે લેવામાં આવશે ચાર્જ

0
1549

સોશિયલ મીડિયા જાયન્ટ Twitterના નવા માલિક એલોન મસ્કે ટ્વિટર યુઝર્સ માટે એક નવો પ્લાન રજૂ કર્યો છે. ટ્વિટર બ્લુ ટીક માટે પૈસા વસુલ કરવાના નિર્ણય બાદ હવે ટ્વિટર પર યુઝર પાસેથી પ્રતિ લેખ વાંચવા માટે ચાર્જ લેવામાં આવશે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરના નવા માલિક એલોન મસ્કે યુઝર્સને એક ટ્વીટમાં કહ્યું છે કે આવતા મહિનાથી Twitter યુઝર્સે પ્રતિ લેખ ફી ચૂકવવી પડશે. જો કોઈ યુઝર ટ્વિટરનો માસિક સબસ્ક્રિપ્શન પ્લાન ન લે તો તેણે ન્યૂઝ આર્ટિકલ વાંચવા માટે વધુ પૈસા ચૂકવવા પડશે.
એલોન મસ્કએ કહ્યું, “ઘણા લોકો માટે આ આવકનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત બની જશે અને મીડિયા પબ્લિશર્સ વપરાશકર્તા માટે સારી સામગ્રી બનાવશે. તેઓ સારી સામગ્રી પ્રસ્તુત કરવામાં વધુ સમય પસાર કરશે જેથી કરીને વપરાશકર્તા તેને વાંચવા માટે ફી ચૂકવી શકે.”
એલોન મસ્કએ ૧૨ એપ્રિલે બ્લુ ટિક વિશે ટ્વિટ કર્યું હતું અને ૨૦ એપ્રિલથી વેરિફાઇડ એકાઉન્ટમાંથી બ્લુ ટીક માર્ક હટાવી દેવામાં આવ્યું હતું. આના લગભગ એક અઠવાડિયા પછી, એલોન મસ્ક ફરીથી સેલિબ્રિટીઝ અને સેલિબ્રિટીની બ્લુ ટિક મફતમાં પરત આપ્યું છે.
હવે એલોન મસ્કે ટ્વિટ કર્યું છે કે ટ્વિટર મીડિયા પબ્લિશર્સને આવતા મહિનાથી તેમના લેખો વાંચવા માટે વપરાશકર્તાઓ પાસેથી ચાર્જ લેવાની મંજૂરી આપશે. ટ્વિટર યુઝર પાસેથી દરેક લેખના આધારે ચાર્જ લેવામાં આવશે. જો ટ્વિટર યુઝર્સ માસિક સબસ્ક્રિપ્શન પ્લાન લેતા નથી, તો તેમને વધુ પૈસા ચૂકવવા પડશે. તેણે કહ્યું કે આટલી રકમ કન્ટેન્ટ ક્રિએટરને જાય છે અને ટ્વિટર પોતાની પાસે કંઈ રાખતું નથી.