જાણીતા ગુજરાતી અભિનેતા રસિક દવેની વિદાય:ચાહકોમાં શોક 

0
391

જાણીતા ગુજરાતી અભિનેતા રસિક દવેની વિદાય:ચાહકોમાં શોક 

જાણીતા ગુજરાતી અભિનેતા રસિક દવેનું ગઈકાલે અવસાન થયું છે.જાણીતા અભિનેત્રી કેતકી દવેના પતિ રસિક દવેના નિધનના સમાચાર સાંભળી ચાહકોમાં શોક છવાઈ ગયો છે.29 જુલાઇ 2022 ની રાત્રે 65 વર્ષની ઉંમરે રસિક દવેએ અંતિમ શ્વાસ લીધા હતા.

કીડની ફેલ થવાથી તેમનું નિધન થયું છે. તેઓ ગત બે વર્ષથી ડાયલિસિસ પર હતા અને કિડની સંબંધી બિમારીથી ઝઝૂમી રહ્યા હતા. તેમની કિડની ખરાબ થઇ રહી હતી અને ગત એક મહિનો તેમના અને તેમના પરિવાર માટે ખૂબ જ ખરાબ રહ્યો. આજે એટલે કે 30 જુલાઇ 2022 ના રોજ તેમના અંતિમ સંસ્કાર થશે.
તેમને એક પુત્રી રિદ્ધિ દવે છે.તેઓએ ઘણી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. પોતાના કેરિયરની શરૂઆત ’82’ માં એક ગુજ્જુ ફિલ્મ ‘પુત્રવધૂ’થી કરી અને ગુજરાતી તથા હિંદી બંને માધ્યમોમાં કામ કર્યું છે. ત્યારબાદ ફિલ્મ ‘માસૂમ’ દ્રારા બોલીવુડમાં એન્ટ્રી કરી. કેતકી અને રસિકે 2006 માં ‘નચ બલિએ’ માં પણ ભાગ લીધો હતો. વર્ષો બાદ ઇંડસ્ટ્રીથી દૂર રહ્યા બાદ ટીવી સીરિયલ ‘સંસ્કાર:ધરોહર અપનો કી’ દ્રારા ઇંડસ્ટ્રીમાં કમબેક કર્યું હતું. તે ‘એસી દીવાનગી દેખી નહી કહી’ સીરિયલમાં પણ જોવા મળી છે. રસિક અને કેતકી દવે એક ગુજરાતી થિયેટર કંપની પણ ચલાવે છે.