કમોસમી વરસાદથી ખેડૂત ને થયેલા નુકશાનનું વળતર નહી મળે, રાજ્યના કૃષિ વિભાગએ પૂર્ણ કર્યો સર્વે

0
172

ગુજરાતના ખેડુતો માટે સામે આવ્યા મોટા સમાચાર . ગુજરાત રાજ્યના કૃષિ વિભાગ દ્વારા કમોસમી વરસાદથી થયેલા સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને રિપોર્ટ વિભાગને સોંપવામાં આવ્યો છે. ત્યારે રાજ્યમાં થોડા દિવસો પહેલા થયેલા કમોસમી વરસાદમાં પાકને થયેલા નુકશાનનો સર્વે કરવાના કામગીરી હાથ ધરવામાં આવી હતી જે આજે સંપૂર્ણ પણે પૂરો થયો હતો.ત્યારે આ કમોસમી વરસાદ થી થયેલા નુકસાન નું ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે નહી

ગુજરાત રાજ્યમાં પડેલા કમોસમી વરસાદના કારણે ઘણા ખેડુતોના પાકને નુકશાન થયુ હતું. આ માટે રાજ્ય સરકારના કૃષિ વિભાગની ટીમ દ્વારા એક સર્વેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ સર્વેની કામગીરી પૂર્ણ કરીને રીપોર્ટ કૃષિ વિભાગને સોંપવામાં આવ્યો છે. કૃષિ વિભાગના આ રિપોર્ટ મુજબ રાજ્યમાં કમોસમી વરસાદથી પાકને નુકશાન થઈ ન હતી જેથી ખેડુતો પાક નુકશાનનું વળતર ચૂકવવામાં આવશે નહી. રાજ્યમાં થોડા દિવસ પહેલા 48 કલાકમાં જ 14 જિલ્લાઓના 50 જેટલા તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો. આ વરસાદ 1મી.મીથી 28મી.મી સુધી નોંધવામાં આવ્યો હતો. આ કમોસમી વરસાદના કારણે રવિ પાકને નુકશાન થયુ હોવાથી સરકારે કૃષિ વિભાગને આ સર્વે કરવા માટે આદેશ આપ્યો હતો.કમોસમી વરસાદથી ખેડૂત ને થયેલા નુકશાનનું વળતર નહી મળે, રાજ્યના કૃષિ વિભાગએ પૂર્ણ કર્યો સર્વે