રાજકોટના ત્રિકોણ બાગ પાસે બે પરપ્રાંતીય જૂથ વચ્ચે મારામારી, 2 યુવાન ઘાયલ

0
78

રાજકોટના ત્રિકોણ બાગ પાસે બે નેપાળી પરિવાર વચ્ચે સરાજાહેર મારામારી થતા ત્યાં ઉભેલા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. નેપાળી યુવતીને મોટરસાયકલમાં બેસાડવા પ્રશ્ને બે યુવાનો વચ્ચે ભીલવાસ પેટ્રોલ ઉપર બોલાચાલી થયા બાદ સમાધાન માટે ભેગા થતા આ બનાવ બન્યો હતો. આ ઘટનામાં એક યુવાનને ઈજા થઈ હતી. એ-ડીવીઝન પોલીસે આ મામલે સામે સામે 6 વ્યક્તિ સામે પોલીસ ફરીયાદ નોંધી વધુ તપાસ શરુ કરી છે. મળતી વિગતો મુજબ યાજ્ઞીક રોડ રામકૃષ્ણ આશ્રમ સામે રાજેશ્વરી કોમ્પલેક્ષ સેલરમાં રહેતા અરૂણ પુરણભાઇ સોનીએ નોંધાવેલી ફરિયાદમાં રોહીત તથા તેની સાથે દીનેશ ટમટા, જય વિશ્વકર્મા, યોગેશ ઉર્ફે લાલો કોળીનું નામ આપ્યું છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ ગઈકાલે રાતે અરુણ ઇગલ પ્રેટ્રોલપંપ ભીલવાસ ખાતે પ્રેટ્રોલ પુરાવા ગયેલ હતો ત્યારે તેની સાથે તેની ફ્રેન્ડ અરૂણા લાડાડુંગરી હતી તે દરમ્યાન ત્યા પ્રેટ્રોલપંપ ખાતે રોહીત વિશ્વક ર્મા આવેલ અને અરૂણા ને તેની ગાડી મા બેસી જવા કહેલ જેથી અરૂણા આ રોહીતની સાથે જવા ની ના પાડતા અરુણ અને રોહીત વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ અરુણે પોતાના મોટાભાઇ અનીલ ને વાત કરતા આ અનીલે રોહીત ને ફોન કરી અને સમાધાન માટે ત્રીકોણબાગે બોલાવ્યો હતો જ્યાં અનીલ અને તેની સાથે રોહીત, દીનેશ ટમટા, જય વિશ્વકર્મા, યોગેશ ઉર્ફે લાલો કોળી હતા, અરુણ અને તેના મીત્રો ગણેશ વિશ્વકર્મા તથા સાગર વિશ્વકર્મા તથા લાખો ગમારા તથા દીનેશ વિશ્વકર્મા બઘા ત્રીકોણબાગ ખાતે મચ્છોઘણી હોટલ ખાતે ઉભા હતા અને સમાધાનની વાતચીત કરતા હતા તે દરમ્યાન મામલો ઉગ્ર બનતા બન્ને જૂથ વચ્ચે મારમારી થઈ હતી. જેમાં અરુણ ઉપર છરી વડે હુમલો કરાતા તે ઘાયલ થયો હતો. ત્યા માણસો ભેગા થઇ જતા બધા ભાગી ગયા હતા. ઈજાગ્રસ્ત અરુણને સીવીલ હોસ્પીટલ ખાતે સારવારમાં દાખલ કરાયો હતો. સામે રોહીત મોતીસીંગ વીશ્વકર્માએ નોંધાવેલી ફરિયાદમાં અરુણ સોની અને તેના ભાઈ અનીલ સોનીનું નામ આપ્યું છે. રોહિતની ફ્રેન્ડ અરૂણા પરીયારને બાઈકમાં બેસી જવાનું કહેતા તે બાબતે અરુણ સાથે બોલાચાલી થયા બાદ અરૂણ અને તેના મોટાભાઇ અનિલે ઝગડો કરી મારમર્યો હોવાનું જણાવ્યું હતું. આ મામલે એ-ડીવીઝન પોલીસે બન્ને પક્ષે પોલીસ ફરીયાદ નોંધી રોહીત મોતીસીંગ વીશ્વકર્મા, દિનેશ સંજયભાઇ ટામટા, જય ગીરીશભાઇ વિશ્વર્કમા, યોગેશ ચૌહાણ તેમજ સામા પક્ષે અરૂણ પુરણભાઇ સોની અને અનીલ પુરણભાઇ સોનીની ધરપકડ કરી છે.