વેરાવળના ફીશ ઉધોગપતિ જગદીશભાઇ ફોફંડીની એમપીડાના વાઇસ ચેરમેન પદે નિમણૂક થતા સમગ્ર ગુજરાત તેમજ ગીર સોમનાથનું ગૌરવ વધારેલ છે. જગદીશભાઇ ને સત્કારવા માટેના એક સમારોહનું આયોજન આજે તા.૧૭ ના સાંજે ભારત વિકાસ પરીષદ સંચાલિત કોમ્યુનીટી હોલ ખાતે કરવામાં આવેલ છે.
વેરાવળ-પાટણ સંયુકત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જગદીશભાઈ વેલજીભાઈ ફોફંડી ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કરી પિતાશ્રી સ્વ.વેલજીભાઈ લખમભાઈ ફોફંડીની પ્રેરણાથી મત્સ્યઉદ્યોગ ક્ષેત્રે ફીશ ઉદ્યોગની નિકાસને અનેક દેશોમાં ઉચ્ચ સ્તરે લઈ જઈ સફળ ફિશ ઉદ્યોગપતિ તેમજ ઓલ ઇન્ડિયા સીફૂડ એક્સપોર્ટર્સ એસોસિએશનમાં ઉચ્ચ હોદ્દાની જવાબદારી સંભાળેલ તેમજ નગરપાલિકા સહીત અનેક સામાજિક શૈક્ષણિક, વ્યવસાયિક ક્ષત્રે દરેક સમાજને ઉપયોગી થતા કાર્યો કરી રહેલ છે. તાજેતરમાં ફીશ ઉદ્યોગને ઉચ્ચ મુકામ સુધી પહોંચાડવા સતત અગ્રેસર રહેતા અને તે કામની નોંધ લઇ ભારત સરકારના વાણિજ્ય વિભાગ હેઠળ કાર્યરત સંસ્થા મરીન પ્રોડક્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (એમ.પી.ઇ.ડી.એ.) ના વાઇસ ચેરમેન પદે નિમણૂક થતા સમગ્ર ગુજરાત તેમજ ગીર સોમનાથનું ગૌરવ વધારતા શહેરની વિવિધ સામાજિક, શૈક્ષણિક, વ્યવસાયિક સંસ્થાઓ દ્વારા જગદીશભાઈ ફોફંડી ને સન્માનીત કરવા કલેકટર એચ કે વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને તા.૧૭ ના બુધવારે સાંજે પાંચ કલાકે ભારત વિકાસ પરિષદ સંચાલિત કોમ્યુનિટી હોલ, મહિલા કોલેજ પાસે, ડાભોર રોડ ખાતે કાર્યક્રમ યોજાયેલ છે.