વાંકાનેર તાલુકાના મોટા ભોજપરા ગામની સીમમાં આવેલ સુપ્રીમ સિરામીક પાછળ આવેલ ગામના ખેડૂતોના કડબ રાખવાના વાડાઓમાં અચાનક કોઈ કારણોસર ભયાનક આગ લાગી હતી, જેના કારણે થોડી જવારમાં ખેડૂતોએ વાડામાં રાખેલ સુકી કડબ સહિતનો જથ્થો બળીને ખાક થઈ ગયો હતો, હાલ અડધી કલાક કરતાં વધુ સમય બાદ પણ આગ પર કાબુ મેળવી શકાયો નથી અને બનાવની જાણ ફાયર બ્રિગેડ ટીમને કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા મોટા ભોજપરા ગામની સીમમાં આવેલ સુપ્રીમ સિરામીકની બાજુમાં આવેલ ગામના ખેડૂતોના કડબ રાખવાના વાડામાં આજે બપોરે પોણ્ એક વાગ્યાની આસપાસ અચાનક ભયાનક આગ લાગી હતી, જેમાં ત્યાં આજુબાજુમાં આવેલ ખેડૂતોના દસ કરતા વધુ જેટલા વાળાઓમાં એક સાથે આગ લાગવાથી ભયાનક દ્રશ્ય સર્જાયા હતાં. જેમાં ખેડૂતોએ વાડામાં રાખેલ સુકી કડબ સહિતનો મોટાભાગનો જથ્થો બળીને ખાક થઈ ગયો હતો. હાલ ઘટના સ્થળે સમગ્ર ગ્રામજનો પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરી રહ્યા હોય અને સાથે ગ્રામજનોએ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરી હોવાની માહિતી મળી રહી છે, પરંતુ હજુ સુધી ઘટના સ્થળે કોઈ મદદ ન પહોંચી હોવાની માહિતી સુત્રો પાસેથી મળી રહી છે. બનાવ અનુસંધાને મોરબીથી ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવવા માટે રવાના થઈ હોવાની માહિતી મળી રહી છે.