મતદાન જાગૃતિ અર્થે ટ્રાફિક જવાનો દ્વારા ફૂટ માર્ચ યોજાઈ:લોકોમાં અનેરું આકર્ષણ

0
1087

 મતદાન જાગૃતિ અર્થે ટ્રાફિક જવાનો દ્વારા ફૂટ માર્ચ યોજાઈ:લોકોમાં અનેરું આકર્ષણ

 

રાજકોટમાં મતદાન પ્રત્યે રાજકોટના નાગરિકોને જાગૃત કરવા માટે રેસકોર્સ રીંગરોડ ખાતે ફૂટ માર્ચ યોજાઈ હતી. રાજયમાં યોજાનાર વિધાનસભાની સામાન્ય ચુંટણીમાં મતદાન કરવા માટે લોકોમાં જાગૃત્તિ કેળવવા અર્થે જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય અને દરેક નાગરિક સમાન અને સહર્ષ રીતે આ પ્રક્રિયાનો ભાગ બને એવા પ્રયાસો જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે આ ફૂટ માર્ચનું આયોજન કરાયું હતું.

રાજકોટના રેસકોર્સ રીંગરોડ આસપાસ રાજકોટ સિટી પોલીસ દ્વારા પોલીસ હેડ ક્વાર્ટરના ગ્રાઉન્ડ ખાતેથી શરૂ કરીને બહુમાળી ભવન સુધી યોજાયેલી આ ફુટમાર્ચનું આયોજન આસીસ્ટન્ટ કમિશ્નર ઓફ પોલિસ જે.બી.ગઢવી, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ઘોણીયા તથા સ્વિપના પ્રિતીબેન વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું. મતદાન જાગૃતિ માટે યોજાયેલી આ ફુટમાર્ચમાં અંદાજિત 70 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો જોડાયા હતા. આ ફૂટમાર્ચે મોર્નિંગ વોક કરતા લોકોમાં આકર્ષણ જગાવ્યું હતું.