ફ્રાંસની શાળા-કોલેજોમાં બુરખો પહેરવા પર પ્રતિબંધ : જાણો શું કહ્યું આ અંગે

0
128

ફ્રાંસમાં શાળા-કોલેજોમાં બુરખો પહેરવા ઉપર પ્રતિબંધ મુકાયો છે. કારણ કે તે ઇસ્લામિક જીવન પદ્ધતિનો ભાગ છે, જે ધર્મ નિરપેક્ષતાના સિદ્ધાંતોનો ભંગ કરે છે તેમ ફ્રાંસના સત્તાધીશો જણાવે છે.

 

ફ્રાંસના શિક્ષણ મંત્રી ગેબ્રીયા અટ્ટલે ટી.એફ.-૧ ટેલિવિઝન ચેનલને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, આ નિયમ રાષ્ટ્રીય સ્તરે લાગુ કરવામાં આવનાર છે અને સપ્ટેમ્બર ૪ પછી તે સમગ્ર દેશમાં અમલી બની જશે. તેમણે વધુમાં કહ્યું હતું કે શાળાઓમાં પણ બુરખો પહેરીને આવતી વિદ્યાર્થિનીઓનાં માતા-પિતા અને શાળાના સત્તાધીશો વચ્ચે તંગદિલી વ્યાપી રહેલી હોવાના પણ અહેવાલો પ્રાપ્ત થયા છે. આ તંગદિલીનું મૂળ ઇસ્લામ પંથી વિદ્યાર્થિનીઓ દ્વારા શાળાઓમાં પણ મુખાચ્છાદન સાથે શાળામાં પ્રવેશ કરાય છે, તે છે.

તેઓએ વધુમાં કહ્યું હતું કે, ધર્મનિરપેક્ષતાનો અર્થ તેવો નથી કે ધાર્મિક મુકિતનું અર્થઘટન વિસ્તારી તે શાળાઓ સુધી લઈ જવું. તમે કલાસમાં બેસો ત્યારે તમારે તમારા ધર્મનું પ્રદર્શન કરવાની અને તે તરફ સૌનું ધ્યાન ખેંચાય તે જોવાની જરૂર નથી. વાસ્તવમાં માર્ચ ૨૦૦૪ થી જ તે માટે કાનૂન બનાવાયો છે. જે કડક રીતે અમલી કરાશે. ૨૦૦૪ માર્ચનો તે કાયદો વિદ્યાર્થીઓને કે વિદ્યાર્થિનીઓને સ્કૂલોમાં તેમના ધર્મનો અને ધાર્મિકતાનો દેખાવ કરવા ઉપર પ્રતિબંધ મુકે છે. તેમાં મોટા ક્રોસ પહેરવા ઉપરના તેમજ જ્યુઈશ સ્કીપાસ તથા ઈસ્લામિક હેડ-સ્કર્વસ બધા જ આવરી લેવાયા છે.

આ ઉપરાંત આખુ શરીર ઢંકાઈ જાય તેવા બુરખા ઉપર પણ પ્રતિબંધ મુક્યો છે. (શાળાઓ-કોલેજોમાં) જે પહેલાં ન હતો, પરંતુ વાસ્તવમાં માર્ચ ૨૦૦૪ના કાયદાથી તે અમલી બને છે.

ફ્રાંસમાં પેરીસના એક ઉપનગરની શાળામાં સેમ્યુઅલ પેટ્ટી નામના એક શિક્ષકે શાળામાં વિદ્યાર્થીઓને મહમ્મદ પયગમ્બર સાહેબનું એક ઠઠ્ઠાચિત્ર વિદ્યાર્થીઓને ૨૦૨૦માં દેખાડયું હતું તે પછી એક ચેચાન શરણાર્થી જે કટ્ટરવાદી હતો તેણે તે શિક્ષકનું માથું કાપી નાખ્યા પછી ઇસ્લામ ધર્મના અનુયાયીઓ પ્રત્યે ફ્રાંસનું વલણ કઠોર બની રહ્યું છે.