ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલ કેમ્પસમાંથી મળી આવ્યો ગાંજાનો છોડ

0
1657

રાજકોટની મારવાડી યુનિવર્સિટી બાદ હવે ગુજરાતની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીમાંથી ગાંજાના છોડ મળી આવ્યા છે. હજુ થોડા દિવસ પહેલા જ રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાંથી મળેલા ગાંજાના છોડ મામલે FSLનો રિપોર્ટ સામે આવ્યો છે. જેમા મળી આવેલા છોડ ગાંજાના જ હતા તે પુરવાર થયુ છે. ત્યારે વધુ એક શિક્ષાના ધામમાંથી ગાંજાના છોડ મળી આવ્યા છે.

હાલ તો આ ગાંજાનો છોડ અહીં કોણ લાવ્યુ અને કોણે વાવ્યો તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે. યુનિવર્સિટીની હોસ્ટેલમાં ડી બ્લોક પાસે ગાંજાના બે છોડ જોવા મળ્યા છે NSUIના કાર્યકરો દ્નારા આ ગાંજાના છોડ પકડી પાડવામાં આવ્યા છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે યુનિવર્સિટીમાં ગાંજાના છોડ આવ્યા કેવી રીતે?

શું યુવાનોને નશાના રવાડે ચડાવવાનું કાવતરુ રચાઈ રહ્યુ છે ? તે પણ આશંકા સેવાઈ રહી છે. ગાંજાના છોડ મળ્યા બાદ યુનિવર્સિટીના સમગ્ર કેમ્પસમાં તપાસ હાથ ધરાઈ છે. યુનિવર્સિટીમાં માત્ર આ બે જ છોડ છે કે અન્ય કોઈ જગ્યાએ પણ આ પ્રકારે ગાંજાની ખેતી થતી હતી કે કેમ તે બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે. NSUI દ્વારા સમગ્ર આ ગાંજાના છોડ પકડી પાડ્યા બાદ કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલ સહિતના અહીં પહોંચ્યા હતા.