જામનગરના બેડી બંદર રોડ પર જાહેરમાં ગરબા કરવા પડ્યા ભારે ;પોલીસે ગરબા ક્લાસીસના સંચાલકો સામે કરી લાલ આંખ

0
3017

જામનગર શહેરમાં ચર્ચાનો વિષય બનેલી ગરબા રીલ્સને લઈને પોલીસ એક્શન મોડમાં આવી છે. રીલ્સનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે ‘રાસરસીયા ગરબા ક્લાસીસ’ના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. પોલીસ દ્વારા ‘રાસરસીયા ગરબા ક્લાસીસ’ના સંચાલકોની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, જામનગરના બેડી બંદર રોડ કેટલાક યુવક અને યુવતીઓ રસ્તાની વચ્ચોવચ્ચ ગરબે ઘૂમ્યા હતા. જેનો વીડિયો વાયરલ થયા બાદ વિવાદ સર્જાયો હતો. બેડી બંદર રોડ પર ભારે વાહનોની અવર જવર રહેતી હોય છે. તેવામાં રસ્તો રોકીને ગરબા ગાતા યુવકો-યુવતીઓનો વીડિયો વાયરલ થયા બાદ કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી હતી.
આ વીડિયો વાયરલ થતાં લોકોમાં ચર્ચા થઈ રહી હતી કે શું આ વીડિયો બાબતે જામનગર પોલીસ શું પગલા લેશે? ત્યારે હવે વાયરલ વીડિયોને લઈને જામનગર પોલીસે લાલઆંખ કરી છે. પોલીસ દ્વારા ગરબા ક્લાસીસના સંચાલકોની ધરપકડ કરવામાં આવી છે.