આર્મી, એરફોર્સ, નેવીમાં સૌથી વરિષ્ઠ એવા જનરલ નરવાણે બની શકે છે નવા સીડીએસ

0
366

 આર્મી, એરફોર્સ, નેવીમાં સૌથી વરિષ્ઠ એવા જનરલ નરવાણે બની શકે છે નવા સીડીએસ

ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવતનું બુધવારે તમિલનાડુના કુન્નૂરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું હતું. બિપિન રાવત પૂર્વલદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે છેલ્લા 19 મહિનાથી તણાવ છે ત્યાં સૈન્યને મજબૂત કરવાની મોટી જવાબદારી નિભાવી રહ્યાં હતાં. પછી તે આયોજન હોય કે ટ્રેનિંગ હોય કે, પછી લોજિસ્ટિક્સ પહોંચાડવાનું. જનરલ રાવત ત્રણેય સેવાઓ અને સંરક્ષણ મંત્રાલય વચ્ચે વધુ સારા સંકલન માટે પુલની જેમ કામ કરી રહ્યાં હતાં. એવામાં સરકાર ઈચ્છશે કે, સેનાને વહેલી તકે તેમના બદલામાં અનુભવી સીડીએસ મળે.

હેલિકોપ્ટર ક્રેશ થયું તેમાં બિપિન રાવતના  પત્ની, લશ્કરી અધિકારીઓ સહિત 13 લોકો પણ હતા.આ દુ:ખદ ઘટના અંગે ગૃહમંત્રી રાજનાથ સિંહને જાણ થયાના કલાકો બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિ સીસીએસની નિર્ણાયક બેઠક યોજાઈ હતી. મળતી માહિતી પ્રમાણે આ બેઠકમાં દેશની આગામી સીડીએસના નામની પણ ચર્ચા કરવામાં આવી હતી. મહત્વનું છે કે, ચીન સાથેની અથડામણવચ્ચે સરકાર માટે આ મહત્વપૂર્ણ પદની જવાબદારી લશ્કરી અધિકારીને સોંપવી જરૂરી બની હતી.
પરંતુ આર્મી ચીફ જનરલ એમએમ નરવાણે વરિષ્ઠ લશ્કરી અધિકારીઓની યાદીમાં ટોચનું સ્થાન મેળવ્યું હોવાનું મનાય છે, જેમની ચર્ચા નેતાઓએ બેઠક  દરમિયાન સીડીએસ પદ માટે કરી હતી. તેનું એક કારણ એ છે કે જનરલ નરવાણે ત્રણ સેવાઓ આર્મી, એરફોર્સ, નેવીમાં સૌથી વરિષ્ઠ છે. જનરલ નરવાણેએ આર્મી ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો, ત્યારે એર ચીફ માર્શલ વીઆર ચૌધરીને આ વર્ષે 30 સપ્ટેમ્બરે એરફોર્સના ચીફ અને એડમિરલ હરિ કુમારને 30 નવેમ્બરે નેવીના ચીફ બનાવવામાં આવ્યા હતા
જનરલ નરવણે સેના પ્રમુખના પદ થી આવતાં વર્ષે એપ્રિલમાં રિટાર્યડ થવાના છે. સેનાના સુધારેલા નિયમો મુજબ લશ્કરી અધિકારી 65 વર્ષની ઉંમર સુધી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે સેવા આપી શકે છે. બીજી તરફ,ત્રણેય આર્મી ચીફનો કાર્યકાળ 62 વર્ષ અથવા ત્રણ વર્ષ (જે પણ વહેલો હોય) સુધીનો છે.