કરો તૈયારી : ચારધામના કપાટ ખૂલવાની તારીખો જાહેર

0
730

આ વર્ષે 22 એપ્રિલથી ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા શરૂ થશે. બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના જણાવ્યા અનુસાર, અક્ષય તૃતીયાના શુભ અવસર પર ગંગોત્રી અને યમુનોત્રીના 22 એપ્રિલે કપાટ ખૂલશે. પુરોહિત મહાસભાના પ્રમુખ પુરુષોત્તમ ઉનિયાલ અને શ્રી પાંચ ગંગોત્રી મંદિર સમિતિના સચિવ સુરેશ સેમવાલે જણાવ્યું કે યમુના જયંતિ ચૈત્ર શુક્લની ષષ્ઠી તિથિ પર શુભ મૂહુર્ત અને સમય નક્કી કરવામાં આવશે. આ સાથે 26 એપ્રિલે કેદારનાથ મંદિરના કપાટ ખોલવામાં આવશે. તો બદ્રીનાથ ધામના કપાટ ખોલવાની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. આ વર્ષે બદ્રીનાથના કપાટ 27 એપ્રિલે સવારે 7.10 વાગ્યે ખુલશે.
પ્રવાસન વિભાગે ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશનની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. વિભાગે નોંધણી માટે વેબસાઇટ યલશતિફિંશિંજ્ઞક્ષફક્ષમજ્ઞિીંશિતભિંફયિ.ીસ.લજ્ઞદ.શક્ષ અપડેટ કરી છે. ચારધામ યાત્રા પર આવતા યાત્રાળુઓ આ વેબસાઈટ દ્વારા પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. જે ભક્તો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકતા નથી તેમના માટે ઋષિકેશ, બડકોટ, પાંડુકેશ્વર અને અન્ય સ્થળોએ રજીસ્ટ્રેશન કાઉન્ટર ખોલવામાં આવશે.
ચારધામમાં દર્શન કરવા માટે ભક્તોએ કતારોમાં ઉભું રહેવું પડતું નથી. આ માટે પ્રથમ વખત પ્રવાસન વિભાગ દ્વારા કતાર વ્યવસ્થાપન પ્રણાલી લાગુ કરવામાં આવશે. તેના અંતર્ગત ધામમાં પહોંચવા પર શ્રદ્ધાળુઓને ટોકન આપવામાં આવશે. જેમાં દર્શન માટે સમય નક્કી કરવામાં આવશે. ટોકન મળ્યા બાદ ભક્તોએ લાઈનમાં ઊભા રહેવું નહીં પડે.
ચારધામ યાત્રા માટે આવનારા ભક્તોના રજીસ્ટ્રેશન માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ચારધામના દરવાજા ખોલવાની તારીખ નક્કી થયા બાદ નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે તેમ સચિવ પર્યટન સચિન કુર્વેએ કહ્યું હતું.
2022માં કોરોનાકાળના બે વર્ષ બાદ કોઇપણ પ્રકારના પ્રતિબંધ ના હોવાથી ચારધામા યાત્રાએ ગયા વર્ષે નવો રેકોર્ડ બનાવ્યો હતો. પહેલી વખત ચાર ધામમાં અંદાજે 46 લાખથી વધુ તીર્થયાત્રીઓએ દર્શન કર્યા. 19 નવેમ્બરના રોજ બદ્રીનાથ ધામના કપાટ બંધ થવાની સાથે જ ચારધામ યાત્રાનું સમાપન થયું હતું.
ગયા વર્ષે બદ્રીનાથ ધામમાં 17 લાખ 60 હજાર 646 શ્રદ્ધાળુ પહોંચ્યા હતા. તો રેકોર્ડ સંખ્યામાં ગંગોત્રી ધામમાં 624451 તીર્થી યાત્રી પહોંચ્યા જ્યારે યમનોત્રી ધામમાં 485635 તીર્થયાત્રી દર્શન માટે પહોંચ્યા. કેદારનાથ યાત્રામાં રેકોર્ડ 15 લાખથી વધુ શ્રદ્ધાળુ પહોંચ્યા હતા.