રક્ષાબંધનના પર્વ પર આર.એમ.સી દ્વારા બહેનોને બસમાં નિ:શુલ્ક મુસાફરીની ભેટ

0
499

રક્ષાબંધનના પર્વ પર આર.એમ.સી દ્વારા બહેનોને બસમાં નિ:શુલ્ક મુસાફરીની ભેટ

રક્ષાબંધન ના તહેવારનો ભાઈ બહેન માટે અનોખું મહત્વ છે આ દિવસે બહેન પોતાના ભાઈના ઘરે છે અને રાખડી બાંધે છે તેમજ રક્ષા માટે પ્રાર્થના કરે છે આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહિલાઓ માટે બસમાં મુસાફરી કરવાનું જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં બહેનોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો મ્યુનિ. કોર્પોરેશને દર વર્ષની જેમ બહેનોને ફ્રી બસ સેવાની ગીફટ આપી હતી. શહેરમાં દોડતી 91 સીટી બસ અને 150 ફુટ રોડ પર દોડતી 18 ઇલે. બસમાં આજે બહેનોની ટીકીટ લેવામાં આવી ન હતી.

ભાઇઓને રાખડી બાંધવા જતી બહેનોને ફ્રી મુસાફરી હોય, મહાપાલિકાએ ભાઇની ફરજ નિભાવ્યાની લાગણી મહિલાઓએ વ્યકત કરી હતી. અમુક બસ સ્ટોપ પર બહેનોની લાઇન લાગી હતી તો કેટલીક બસ ફુલ જતી હતી. અમુક બસમાં માત્ર બહેનો મુસાફરી કરતા પણ નજરે પડયા હતા. બહેનો ખુશ જોવા મળી રહી હતી કારણ કે કોઈપણ લાંબા અંતરમાં તેઓ પાસેથી ટિકિટ લેવામાં આવી ન હતી