ગીરની લાડીને ઓસ્ટ્રેલીયાનો લાડો! ઓસ્ટ્રેલિયન વરરાજાએ હિન્દુ પરંપરા મુજબ કર્યા લગ્ન

0
993

ભારતના લોકો વિદેશી કલ્ચર તરફ આકર્ષાઈ રહ્યા છે, વેસ્ટર્ન કલ્ચરનું અંધાળું અનુકરણ થતું જોવા મળે છે. ત્યારે આજે જુનાગઢ જિલ્લામાં એક પ્રસંગ એવો બન્યો કે તમને પણ ભારતીય સંસ્કૃતિ પર ગર્વ થશે જુનાગઢ પંથકમાં ઓસ્ટ્રેલિયન દુલ્હો ગીરમાં પરણવા આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાથી લગ્ન કરવા આવેલો દુલ્હો ઘોડા પર ચડ્યો હતા. સાથે જ રાસ ગરબાની રંગત પણ માણી હતી અને પીઠી પણ ચોળાવી હતી. હિન્દુ રીતરિવાજ મુજબ ઓસ્ટ્રેલિયન યુવક ટોબન મૂળ માંગરોળના નાગર પરિવારની દીકરી નમીને રંગે ચંગે પરણ્યો છે.

મળતી વિગતો અનુસાર મૂળ ગુજરાતી અને જૂનાગઢ જિલ્લાના માંગરોળ ગામના રહેવાસી દિગેનભાઈ નાગર છેલ્લા ઘણા વર્ષોથી ઓસ્ટ્રેલિયામાં રહે છે. દિગેનભાઈની પુત્રી નમીનું સગપણ મૂળ ઓસ્ટ્રેલિયાના યુવક ટોબન સાથે થયા હતા. આ સગાઇને લઇને બન્ને પરિવારોમાં ખૂબ ખુશી હતી. સગપણ બાદ દિગેનભાઈ નાગરે એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કે, અમે મૂળ ગુજરાતી છીએ તો અમને એવી અપેક્ષા છે કે, નમી અને ટોબન બંનેના લગ્ન હિંદુ પરંપરા અને વિધિથી ગુજરાતમાં થાય. આ વાતનો ટોબનના પરિવારે સ્વીકાર કર્યો હતો. મકરસંક્રાંતિ બાદ શુભ મહુર્તમાં આ નાગર પરિવાર દ્વારા ઓસ્ટ્રેલિયન મૂળના વરરાજા ટોબનને કંકોત્રી લખી નિમંત્રણ આપવામાં આવ્યું હતું. જે બાદ વરરાજા સહિત 20 જેટલા ઓસ્ટ્રેલિયાના મહેમાનો જાન લઈ ગીરમાં આવેલા ખાનગી રિસોર્ટમાં વરરાજાને પરણાવવા માટે આવી પહોંચ્યા હતા.

વરરાજા પક્ષના મૂળ ઓસ્ટ્રેલિયાના હોવાથી તેઓ ગુજરાતી કે લગ્નની વિધિ સમજતાં નહોત, છતાં ગુજરાતી પરંપરાને અનુસરી હતી. વરરાજા ટોબન ઘોડીએ ચડીને મંડપે આવ્યો હતો. તેણે પીઠી લગાવી હતી. આટલું જ નહીં, કન્યા નમી સાથે ટોબન સહિત ઓસ્ટ્રેલિયાથી આવેલા મહેમાનો સૌ ગુજરાતી રાસ ગરબામાં જુમી ઉઠ્યા હતા. સાથે જ મંડપની અંદર હસ્તમેળાપ, મંગલ ફેરા સહિત તમામ હિન્દુ વિધિ પૂર્ણ કરી હતી.

ઓસ્ટ્રેલિયાના ટોબન અને નમી બંને પરિવારોની હાજરીમાં હિન્દુ વિધિથી લગ્નગ્રંથિથી જોડાયા હતા. આ લગ્ન પ્રસંગે બંને પરિવારોમાં આનંદની અનુભૂતી જોવા મળી હતી. મંડપની અંદર હસ્તમેળાપ, મંગલ ફેરા સહિત તમામ હિન્દુ વિધિ પૂર્ણ કરી હતી. વરરાજા સહિત 20 જેટલા ઓસ્ટ્રેલિયાના મહેમાનો જાન લઈ ગીરમાં આવેલા ખાનગી રિસોર્ટમાં વરરાજાને પરણાવવા માટે આવી પહોંચ્યા હતા.