ગોંડલ માર્કેટિંગ યાર્ડ લસણથી છલકાયુ!

0
345

લસણની ઐતિહાસિક આવકથી વાહનોની કતારો લાગી
રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણની ઔતિહાસિક આવક નોંધાઈ છે. અંદાજે 1.50 લાખ બોરી કરતાં વધુ લસણની ગુણીની આવક નોંધાતા ગોંડલ માર્કેટ યાર્ડ લસણથી ઉભરાઇ ગયું હતું. આજે માર્કેટ યાર્ડમાં લસણની આવક નોંધાતા યાર્ડના મુખ્ય ગેટથી બંને બાજુ 4થી 5 કીમી 1500થી 1600 વાહનોની લાંબી કતારો લાગી હતી. સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે. આજે લસણની હરાજી ચાલુ થતાં લસણની હરાજીમાં ખેડૂતોને 20 કીલોના ભાવ 200થી 750 સુધીના બોલાયા હતા. ભાવને લઇને ખેડૂતોમાં પણ ભારે નારાજગી જોવા મળી હતી. જેમાં લસણની બમણી આવક થતાં અને અન્ય રાજ્યોમાં પણ લસણની મબલખ આવક કારણભૂત હોવાની સાથે-સાથે માલની ક્વોલિટીને અનુલક્ષી ભાવો મળતા હોય છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની વિપુલ પ્રમાણમાં આવક નોંધાઈ છે. લસણની હરરાજીમાં ખેડૂતોને 20 કીલોના ભાવ 200થી 750 સુધીના બોલાયા હતા. ખેડૂતોને પોતાના માલનો પૂરતો ભાવ મળતા ગોંડલ માર્કેટિંગ યાર્ડને પ્રથમ પસંદગી કરે છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં લસણની ઐતિહાસિક દોઢ લાખ ગુણીની મબલખ આવક નોંધાઈ છે. જરૂરિયાત કરતાં વધુ લસણની આવક નોંધાતા અને માલની ક્વોલિટીને લઇને ખેડૂતોને પૂરતા ભાવ ન મળતાની પણ રાવ ઉઠી હતી. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાંથી લસણની આવક થતી હોય છે. ગોંડલ તાલુકા ઉપરાંત જામકંડોરણા, જેતપુર,ધોરાજી, કોટડા સાંગાણી તેમજ પડધરી તાલુકાના કેટલા ગ્રામ્ય વિસ્તારોમાંથી લસણ આવતું હોય છે.